સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને આડેહાથ લીધી, કહ્યું- તેમની યાત્રામાં પાકિસ્તાન તરફી નારા લાગ્યા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સુરત પહોંચેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ઢોંગી ગણાવી દીધી છે. તો બીજી બાજુ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મુંબઈ આતંકી હુમલામાં સામેલ શખસના સંબંધીઓને રાહુલ ગાંધીએ આ યાત્રામાં જોડ્યા છે. આની સાથે કોંગ્રેસને દંભ બંધ કરવા પણ ટકોર કરી દીધી છે. ચલો તેમના સંબોધન પર વિગતવાર નજર કરીએ…

પાકિસ્તાન જિંદાબાદના નારા ભારત જોડોમાં લાગ્યા- સ્મૃતિ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે અમે તેમને અમેઠીથી વિદાય આપી છે, તેઓ હજુ પણ દેશમાં ફરે છે. ભારત જોડો યાત્રા પર સવાલ ઉઠાવતા ઈરાનીએ કહ્યું કે તેમની યાત્રા દરમિયાન પાકિસ્તાન ઝિંદા બાદના નારા લાગ્યા છે.

કોંગ્રેસે ગલવાન શહીદોનું અપમાન કર્યું- સ્મૃતિ
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રાને દંભી ગણાવી છે. ઈરાનીએ કહ્યું કે આ યાત્રામાં રાહુલ ગાંધી એવા લોકો સાથે પણ પગપાળા ચાલ્યા હતા જેમના સંબંધીઓએ ડેવિડ હેડલીને મદદ કરી હતી. આ એજ ડેવિડની વાત થાય છે જેની મુંબઈ આતંકી હુમલામાં સંડોવણી હતી. ગલવાન શહીદોનું અપમાન કરનારાઓને કોંગ્રેસે સમર્થન આપ્યું છે.

ADVERTISEMENT

With Input: સંજયસિંહ રાઠોડ

    follow whatsapp

    ADVERTISEMENT