સિસોદિયાનો ભાજપ પર પ્રહાર કહ્યું, જેલમાં જવા તૈયાર છું, પરંતુ ગુજરાતમાં શાળાઓનું નિર્માણ થતું અટકશે નહીં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ગુજરાતમાં અનેક નેતાઓના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં નેતાઓની સભાઓ ગુંજવા લાગી છે. આ દરમિયાન દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, હું ભાજપના દરેક ષડયંત્ર માટે તૈયાર છું, જેલમાં જવા તૈયાર છું, પરંતુ ગુજરાતમાં શાળાઓનું નિર્માણ થતું અટકશે નહીં.

મનીષ સિસોદિયા બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મનીષ સિસોદિયાજીએ મીડિયા મિત્રો સાથે વાત કરતા જણાવ્યું કે, હું વારંવાર ગુજરાત આવું છું તો મારી અંદર વધુને વધુ સંકલ્પ પેદા થાય છે કે મારે ગુજરાતની શાળાઓ માટે કામ કરવાનું છે. ગુજરાતના દરેક બાળકો માટે સારામાં સારી શાળાઓ હોવી જોઈએ. આજે હું ભાજપના દરેક ષડયંત્ર માટે તૈયાર છું, જેલમાં જવા તૈયાર છું, પરંતુ ગુજરાતમાં શાળાઓનું નિર્માણ થતું અટકશે નહીં. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે હવે તેઓ તેમના બાળકો માટે શાનદાર શાળા બનાવીને રહેશે. પહેલા ભાજપવના લોકોએ મારો સંપર્ક કર્યો અને ગઈકાલે જ્યારે હું CBIની ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે “તમે કેવા ચક્કરમાં પડ્યા છો, આ FIR તો લાંબા સમય સુધી ચાલશે, તમે આમ આદમી પાર્ટી છોડી દો.” ત્યાં એટલા બધા લોકો હતા અને હું કોઈને ઓળખતો પણ નહોતો, તો આ વાત કોણે કરી એ તો એ લોકો જ જણાવી શકે છે.

શિક્ષણ નહીં અટકે
હું શહીદ-એ-આઝમ ભગત સિંહનો બહું જ મોટો અનુયાયી છું, તેઓ ખૂબ જ મહાન હતા અને તેમણે તેમના જીવનમાં જે મુકામ હાંસલ કરી છે, આપણે તો એનાંથી ધૂળની બરાબર છીએ. અને હું માનું છું કે જો આપણામાં ભગતસિંહનો એક પણ અંશ હોય તો આપણને ન તો જેલ રોકી શકે અને ન તો CBI, ED રોકી શકે. અમે બાળકોને ભણાવીશું, અમને એ વાતમાં આનંદ આવે છે, જેવી રીતે ભગતસિંહ આઝાદીની લડાઈ લડવામાં આનંદ માણતા હતા. દેશને આઝાદ કરવાનું તેમનું સ્વપ્ન છે. આજે અમારું સપનું છે કે અમે અમારું આખું જીવન શિક્ષણ પ્રણાલીને બદલવામાં સમર્પિત કરી દઇએ. છેલ્લા 75 વર્ષમાં એવું બન્યું છે કે જ્યારે કોઈ બાળકોને ભણાવવાની વાત કરે છે ત્યારે તેને હંમેશા કચડી નાખવામાં આવે છે. આજે હું એ દાવા સાથે ઉભો છું કે શિક્ષણ નહીં અટકે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT