સર જાડેજા ઉતર્યા ચૂંટણીના મેદાનમાં, જામનગરમાં BJP પ્રચાર અર્થે રોડ શો કરશે..
જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ ભાજપ તરફથી ટિકિટ મળી છે. તેઓ આજે ચૂંટણી પ્રચાર…
ADVERTISEMENT
જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ ભાજપ તરફથી ટિકિટ મળી છે. તેઓ આજે ચૂંટણી પ્રચાર અર્થે જામનગરમાં રોડ શો કરશે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે તેઓ સાંજે પાંચ વાગ્યાથી વિકાસ ગૃહથી રોડ શો શરૂ કરશે. નોંધનીય છે કે અગાઉ પણ તેઓ ભાજપની સભામાં પત્ની રિવાબા માટે ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યા હતા.
જાડેજા ભાજપના ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરશે…
રવીન્દ્ર જાડેજા વોર્ડ નંબર 3થી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ત્યાંથી લઈને વોર્ડ નંબર 2 અને 1 સુધી આ રોડ શોમાં લોક સંપર્ક પણ રવીન્દ્ર જાડેજા કરવા જઈ રહ્યા છે. રોડ શોના રૂટ પરથી મોટભાગના વિસ્તારને આવરી લેવાયો છે. જેમાં તેઓ રિવાબા માટે ચૂંટણી પ્રચાર કરવા જઈ રહ્યા છે.
જામનગરની જનતા ચાલો ભાજપ ને બહૂમતી થી જીત અપાવી.🙏🏻 #રીવાબાજાડેજા #ભાજપ pic.twitter.com/6C2yMEfkD5
— Ravindrasinh jadeja (@imjadeja) November 20, 2022
ADVERTISEMENT
ફોર્મ ભરવા પણ જાડેજા રિવાબા સાથે જોવા મળ્યા હતા
ઈન્ડિયન ટીમના ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા જ્યારે ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. તે સમયે પણ રિવાબાએ જણાવ્યું હતું કે રવીન્દ્ર જાડેજા પણ ભાજપના કાર્યકર જ ગણાય. તે પણ ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતરશે. આની સાથે જાડેજાએ રિવાબાને મત આપવા માટે પણ અપિલ કરી હતી.
With Inputs: દર્શન ઠક્કર
ADVERTISEMENT
ADVERTISEMENT