IPL: અમદાવાદમાં ખતરનાક થઈ જાય છે શુભમન ગિલ… MI સામે સદી ફટકારી કર્યો રેકોર્ડ્સનો વરસાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગમવા લાગ્યું છે. જ્યારે પણ તે આ મેદાન પર બેટ સાથે પગ મૂકે છે, ત્યારે તે ચોક્કસપણે કોઈને કોઈ રેકોર્ડ બનાવે છે. આ મેદાન પર ગિલનું બેટ જોરદાર ચાલે છે. ગિલે ભારતીય ટીમ તરફથી રમતા આ મેદાન પર ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી છે.

શુક્રવાર (26 મે)ના રોજ પણ કંઈક આવું જ બન્યું હતું. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની ક્વોલિફાયર-2 મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઈટન્સ (GT) સામ સામે હતા. આ મેચમાં ગુજરાતની ટીમના ઓપનર શુભમન ગિલે તોફાની અંદાજમાં સદી ફટકારી હતી.

ગિલે પોતાની ઈનિંગ્સમાં 10 છગ્ગા 7 ચોગ્ગા માર્યા
ગિલે મુંબઈના બોલરોની ધોલાઈ કરતા 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 212 હતો. જ્યારે મેચમાં ગિલે 60 બોલમાં કુલ 129 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 10 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 215 હતો.

ADVERTISEMENT

શુભમન ગિલે તેની વિસ્ફોટક ઇનિંગ્સના આધારે રેકોર્ડની ધૂમ મચાવી છે. ગિલ વર્તમાન IPL સિઝનમાં ઓરેન્જ કેપની રેસમાં પણ ટોપ પર પહોંચી ગયો છે. તેણે ફાફ ડુ પ્લેસિસને પાછળ છોડી દીધો. ગિલે વર્તમાન સિઝનમાં 16 મેચમાં કુલ 851 રન બનાવ્યા છે. તેની એવરેજ 60.78 રહી છે.

અમદાવાદમાં શુભમન ગિલની તોફાની સદી
128 ભારત vs ઓસ્ટ્રેલિયા – ટેસ્ટ મેચ- 9 માર્ચ 2023
126 ભારત vs ન્યૂઝિલેન્ડ – ટી-20 મેચ – 1 ફેબુઆરી 2023
101 ગુજરાત ટાઈટન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ – IPL મેચ – 15 મે 2023
129 ગુજરાત ટાઈટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ – IPL મેચ – 26 મે 2023

ADVERTISEMENT

એક સદીથી IPLમાં રેકોર્ડ્સની વણઝાર
શુભમન ગિલ IPL પ્લેઓફમાં સદી ફટકારનાર સાતમો ખેલાડી બની ગયો છે. તેમજ ગિલ IPL પ્લેઓફમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે આ સદી 23 વર્ષ અને 260 દિવસની ઉંમરમાં ફટકારી છે.

ADVERTISEMENT

શુભમન ગિલ સંયુક્ત રીતે IPL પ્લેઓફમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ગિલ ઉપરાંત રિદ્ધિમાન સાહા અને રજત પાટીદારે પણ 49-49 બોલમાં સદી ફટકારી હતી.

વર્તમાન IPL સિઝનમાં શુભમન ગિલની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે ગ્રુપ સ્ટેજમાં બંને સદી ફટકારી હતી. એક જ IPL સિઝનમાં ત્રણ કે તેથી વધુ સદી ફટકારનાર ગિલ માત્ર ત્રીજો ખેલાડી છે. વિરાટ કોહલી (2016) અને જોસ બટલરે (2022) 4-4 સદી ફટકારી છે.

IPL પ્લેઓફમાં સૌથી મોટી ઇનિંગ્સનો રેકોર્ડ
129- શુભમન ગિલ (GT) vs MI, અમદાવાદ, 2023 Q2
122- વીરેન્દ્ર સેહવાગ (PBKS) vs CSK, મુંબઈ વાનખેડે, 2014 Q2
117* – શેન વોટસન (CSK) vs SRH, મુંબઈ વાનખેડે, 2018 ફાઈનલ
115* – રિદ્ધિમાન સાહા (PBKS) વિ કેકેઆર, બેંગલુરુ, 2014 ફાઇનલ

IPL સિઝનમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ
4 – વિરાટ કોહલી (RCB, 2016)
4 – જોસ બટલર (RR, 2022)
3 – શુભમન ગિલ (GT, 2023)

IPL પ્લેઓફમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ
10 – શુભમન ગિલ (GT) vs MI, અમદાવાદ, 2023 Q2
8 – રિદ્ધિમાન સાહા (PBKS) vs KKR, બેંગલુરુ, 2014 ફાઈનલ
8 – ક્રિસ ગેલ (RCB) વિ SRH, બેંગલુરુ, 2016 ફાઈનલ
8 – વીરેન્દ્ર સેહવાગ (PBKS) vs CSK, મુંબઈ વાનખેડે, 2014 Q2
8 – શેન વોટસન (CSK) વિ SRH, મુંબઈ વાનખેડે, 2018 ફાઈનલ

IPLની એક સિઝનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ
973 – વિરાટ કોહલી (RCB, 2016)
863 – જોસ બટલર (RR, 2022)
851* – શુભમન ગિલ (GT, 2023)
848 – ડેવિડ વોર્નર (SRH, 2016)
735 – કેન વિલિયમસન (SRH, 2018)

    follow whatsapp

    ADVERTISEMENT