શ્રદ્ધા મર્ડર કેસમાં મોટો ખુલાસો, જંગલોમાં મળેલા હાડકા તેના હતા; પિતાના DNA સાથે મેચ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ શ્રદ્ધા મર્ડર કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ટીમને મોટી સફળતા મળી છે. વાસ્તવમાં પોલીસને મેહરૌલીના જંગલોમાંથી હાડકાના ટૂકડાઓ મળ્યા હતા તે શ્રદ્ધા વોકરના મૃતદેહના જ હતા. એટલું જ નહીં આ ડેડ બોડીના ટુકડા શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ થયા છે. CFSL રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

પોલીસે તપાસમાં મોટો ખુલાસો…
વાસ્તવમાં દિલ્હી પોલીસે આફતાબની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી. ત્યારપછી, પોલીસને મેહરૌલી જંગલ અને ગુરુગ્રામમાં આફતાબ દ્વારા ઉલ્લેખિત જગ્યાએથી મૃતદેહના ઘણા ટુકડાઓ અને હાડકાઓ મળી આવ્યા હતા. પોલીસને માનવ જડબાનું હાડકું પણ મળી આવ્યું હતું. પોલીસે આ તમામ હાટકાના ટૂકડાઓની તપાસ માટે એને CFSL લેબ મોકલ્યા હતા. એટલું જ નહીં DNA ટેસ્ટ માટે શ્રદ્ધાનાં પિતાનાં સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. તેવામાં હવે આ તમામ સેમ્પલ શ્રદ્ધાના પિતાનાં DNA સાથે મેચ થઈ ગયા છે.

તપાસમાં આ રિપોર્ટ મદદરૂપ સાબિત થશે- પોલીસ
શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપીએ કહ્યું કે અમને આ કેસમાં CFSL લેબમાંથી રિપોર્ટ મળ્યો છે. આ રિપોર્ટ પોલીસ માટે ખૂબ જ ઉપયોગી છે. અત્યારે આ મુદ્દે વધુ તપાસ ચાલુ છે. રોહિણી લેબમાંથી પોલીગ્રાફી ટેસ્ટનો રિપોર્ટ પણ મળી ગયો છે. તે પણ તપાસમાં મદદરૂપ થઈ શકે છે.

ADVERTISEMENT

18 મેના દિવસે મર્ડર થયું હતું…
પોલીસ પૂછપરછ દરમિયાન આફતાબે જણાવ્યું હતું કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબ શ્રદ્ધાનો પ્રેમી હતો. બંને મુંબઈના રહેવાસી હતા અને થોડા દિવસ પહેલા જ દિલ્હી શિફ્ટ થયા હતા. દિલ્હીમાં બંને મેહરૌલીમાં ફ્લેટ લઈને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. આફતાબે જણાવ્યું હતું કે 18 મેના રોજ તેનો શ્રદ્ધા સાથે ઝઘડો થયો હતો.

આ પછી તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારપછી આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. આફતાબે આ ટુકડાઓ ફ્રિજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ મેહરૌલીના જંગલમાં ફેંકવા જતો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT