શિવરાજસિંહના કોંગ્રેસ- AAP પર પ્રહાર, કેજરીવાલને કાંટાળો બાવળ કહ્યા; રાહુલ વિશે કહી આ વાત..

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તેવામાં હવે કચ્છમાં આયોજિત જાહેર સભામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તથા આની સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કલ્પવૃક્ષ સમાન ગણાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે મોદીજી પાસેથી જે માગો એ મળશે. દેશનો વિકાસ તેમના દ્વારા થશે. આની સાથે સરદાર સરોવરની પણ વાત કરી કે આના કારણે ગુજરાતને પાણી તથા મધ્યપ્રદેશની વીજળી મળી હતી. ચલો વિગતવાર નજર કરીએ…

મોદીજી કલ્પવૃક્ષ છે તો કેજરીવાલ બાવળ છે- શિવરાજસિંહ ચૌહાણ
આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલ્પવૃક્ષ સમાન છે. તમે જે ઈચ્છો છો તે એમની પાસેથી મેળવી શકો છો. ત્યારે બીજી બાજુજોવા જઈએ તો અરવિંદ કેજરીવાલ કાંટાળા બાવળના ઝાડ સમાન છે. તો રાહુલ ગાંધી એક ઝાડી છે જે પાકનો નાશ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ટુકટી દેશમાંથી શાંતિ અને સુખનો સફાયો કરવા માટે જ આવી છે. શિવરાજસિંહ બોલ્યા કે અત્યારે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે આ દિલના ટુકડા હજાર થયા છે કેટલાક આમ પડ્યા છે તો કેટલાક તેમ પડ્યા છે.

ADVERTISEMENT

કોંગ્રેસ શહીદોનું અપમાન કરે છે- શિવરાજ ચૌહાણ
શિવરાજસિંહે વધુમાં કહ્યું કે કોંગ્રેસ શહીદોનું અપમાન કરે છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમને શીખવવામાં આવ્યું હતું કે નેહરુજીએ દેશને આઝાદી અપાવી અને અન્ય કોઈને યાદ પણ નહોતા કરાયા. તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીએ ગઈકાલે વીર સાવરકરનું અપમાન કર્યું હતું. જેમને કાળા પાણીની 2 જનમની સજા થઈ હતી. તેઓએ દેશ માટે બધું જ લૂંટાવી લીધું હતું. તમે આવા સન્માનનીય વીર સાવરકરનું અપમાન કરો છો રાહુલ ગાંધી, કોંગ્રેસીઓ, આ દેશ તમને ક્યારેય માફ નહીં કરે.

આ સાથે જ કચ્છના માંડવીમાં યોજાયેલી જાહેરસભામાં તેમણે જણાવ્યું હતું કે, આજે તમે કચ્છની પાઘડી પહેરીને મારું સ્વાગત કર્યું છે. આપણા દેશમાં પાઘડીથી મોટું કોઈ સન્માન નથી. હું તમને વચન આપું છું કે તમારું ગુજરાતનું ગૌરવ વધારવા માટે મારાથી જે પણ યોગદાન થઈ શકે તે આપીશ. અહીંનું દાડમ, અહીંનું ડ્રેગન ફ્રૂટ પ્રખ્યાત છે. કચ્છના લોકો જ્યાં જાય છે ત્યાં પ્રભુત્વ ધરાવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT