અદાણી-અંબાણી નહીં, શિવ નાદર છે દેશના સૌથી મોટા દાનવીર, જાણો કેટલું આપ્યું દાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Hurun India Philanthropy List 2023: દેશની દિગ્ગજ IT કંપની HCL Technologiesના ફાઉન્ડર સ્થાપક અને ચેરમેનષ શિવ નાદર સૌથી મોટા દાનવીર બનીને ઉભરી આવ્યા છે. નાણાકીય વર્ષ 2023-23 દરમિયાન શિવ નાદરે 2042 કરોડ રૂપિયા દાનમાં આપ્યું છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 76 ટકા વધુ છે.

દરરોજ સરરેશ આપ્યું 5.6 કરોડનું દાન

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, એડલગીવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2023 અનુસાર શિવ નાદર 2042 કરોડ રૂપિયાનું દાન આપીને દેશના સૌથી દાનવીર બની ગયા છે. તેમણે 2022-23 નાણાકીય વર્ષ દરમિયાન દરરોજ સરેરાશ 5.6 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. શિવ નાદર પછી વિપ્રોના અઝીમ પ્રેમજી બીજા સ્થાને છે. તેમણે 2022-23માં કુલ 1774 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જે નાણાકીય વર્ષ 2021-22 કરતા 267 ટકા વધુ છે.

મુકેશ અંબાણી લિસ્ટમાં ત્રીજા નંબરે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દાનના મામલે ત્રીજા સ્થાને છે. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 376 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ઝરોધાના નિખિલ કામથ સૌથી યુવા દાનવીર બની ગયા છે. તેઓ 12મા સ્થાને છે અને તેણે 112 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. રોહિણી નીલેકણી દાનકરનાર મહિલાઓમાં પ્રથમ સ્થાને છે અને તેમણે 170 કરોડ રૂપિયા દાનમાં આપ્યા કર્યું છે.એડલગીવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2023 અનુસાર તેઓ 10માં ક્રમે છે.

ADVERTISEMENT

કુલ દાનવીરોમાં 7 મહિલાઓ

રોહિણી નિલેકણી સિવાય અન્ય દાનવીર મહિલાઓના નામ પર નજર કરીએ તો અનુ આગા અને લીના ગાંધીએ 23 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અને બંને 40માં અને 41માં સ્થાને છે. કુલ દાનવીરોમાં 7 મહિલાઓ છે.

    follow whatsapp

    ADVERTISEMENT