શરદ યાદવનો ગુજરાત સાથે હતો ખાસ નાતો, ચૂંટણીમાં આ એક નેતા માટે પ્રચારમાં આવતા
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: JDU ના દિગ્ગજ નેતા શરદ યાદવનું ગઈકાલે અવસાન થઈ ગયું. 75 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શરદ યાદવની પુત્રીએ ટ્વીટ કરીને…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: JDU ના દિગ્ગજ નેતા શરદ યાદવનું ગઈકાલે અવસાન થઈ ગયું. 75 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શરદ યાદવની પુત્રીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેઓ JDU ના પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે. ગુરૂગ્રામની ફોર્ટિ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શરદ યાદવની રાજકીય કારકિર્દી તો સૌ જાણે છે ત્યારે ખૂબ ઓછા લોકોને ખબર હશે કે શરદ યાદવનો ગુજરાત સાથે ખાસ નાતો હતો.
છોટુ વસાવાના ખાસ મિત્ર હતા શરદ યાદવ
શરદ યાદવની પાર્ટી જેડીયુનો ગુજરાતમાં એક માત્ર ધારાસભ્ય છોટુ વસાવા હતા. છોટુ વસાવા સાથે તેમનો ખાસ નાતો હતો અને મિત્રતા હતી. જ્યારે ગુજરાતની અંદર ચૂંટણી હોય ત્યારે છોટુ વસાવાના પ્રચાર કરવા માટે મિત્રતાને કારણે શરદ યાદવ ગુજરાતમાં આવતા હતા. શરદ યાદવનું અવસાન થતાં છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર શરદ યાદવ સાથેના ફોટાના ફોટા પણ શેર કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મળેલી ભૂંડી હારનું કોંગ્રેસ કરશે પોસ્ટ મોર્ટમ, દિલ્હીથી આવશે 3 સભ્યોની કમિટી
ADVERTISEMENT
મિત્ર માટે આવતા ચૂંટણી પ્રચાર કરવા
ત્યારે શરદ યાદવ એવા નેતા હતા કે ગુજરાતની રાજનીતિ સાથે ખાસ લેવાદેવા ન હતી પરંતુ તેમની મિત્રતા છોટુ વસાવા સાથે હતી ને તેઓની પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય છોટુ વસાવાના કારણે તેઓ ગુજરાત અવારનવાર આવતા હતા. શરદ યાદવે જનતા દળ છોડ્યું ત્યારે છોટુ વસાવાએ પણ જનતા દળ છોડ્યું અને બીટીપીની સ્થાપના કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: કબડ્ડી રમતા ખેલાડીનું મોતઃ અમરેલીના ખેલ મહાકુંભમાં કરુણ ઘટના, આખી ટીમ રડી પડી
ADVERTISEMENT
JDUને મજબૂત કરવામાં પાયાની ભૂમિકા ભજવી
JDU ના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનુ નિધન થઇ ગયું હતું. તેમની પુત્રીએ આ સમાચારની પૃષ્ટી કરી હતી. શરદ યાદવની પુત્રી સુભાષિનીએ ટ્વીટર પર પોતાની પિતાની મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, પાપા નથી રહ્યા. આ નેતાએ પોતાના અનેક દશકોની રાજનીતિમાં અનેક વળાંકો જોયા છે. બિહારમાં લાલુ રાજને પણ તેઓ જોઇ ચુક્યા છે. જેડીયુને જમીન મજબુત કરી હતી. કેટલીક મહત્વની રાજનીતિક ઘટનાઓમાં એક સક્રિય ભુમિકા નિભાવતા રહ્યા. શરદ યાદવના અંગત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ 1947 ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદના એક ગામમાં થયો હતો.
ADVERTISEMENT