શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદ પરથી આપ્યું રાજીનામું, બનશે વિધાનસભાના અધ્યક્ષ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતની 15 મી વિધાનસભા માટે અધ્યક્ષ માટે શંકર ચૌધરીના નામની પસંદગી કરવામાં આવી છે. ત્યારે  શંકર ચૌધરી આજે સ્પીકર તરીકેનું આજે ફોર્મ ભર્યું છે.  આ દરમિયાન તેમણે વ્યવસ્થાના ભાગ રૂપે ભાજપના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે.

વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોય છે, કોઈપણ રાજકીય પક્ષ સાથે અધ્યક્ષ સંકળાયેલા હોતા નથી. તેથી અધ્યક્ષપદની ઉમેદવારી બાદ શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું  આપી દીધું છે. થરાદ બેઠક પરથી શંકર ચૌધરીએ કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા હતા. ત્યારે હવે વિધાનસભાના અધ્યક્ષ બનવા માટે તેમણે ભાજપના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું  આપી દીધું છે.

આજ રોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે થરાદના ધારાસભ્ય  શંકર ચૌધરીએ વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ   ભારતીબેન શિયાળ,પ્રદેશ સંગઠન મંત્રી  રત્નાકરજી તેમજ પ્રદેશના મહામંત્રીઓ,પ્રદેશના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT

અત્યાર સુધીના અધ્યક્ષ 

  • રાઘવજી લેઉવા
  • કુંદનલાલ ધોળકિયા
  • મનુભાઈ પાલખીવાલા (કાર્યકારી સ્પીકર)
  • કુંદનલાલ ધોળકિયા
  • નટવરલાલ શાહ
  • કરસનદાસ સોનેરી (કાર્યકારી સ્પીકર)
  • બારજોરજી પારડીવાલા
  • શશિકાંત લખાણી
  • મનુભાઈ પરમાર (કાર્યકારી સ્પીકર)
  • હિમ્મતલાલ મુલાણી
  • હરિશચંદ્ર પટેલ
  • ચંદુભાઈ ડાભી (કાર્યકારી સ્પીકર)
  • ગુમાનસિંહજી વાઘેલા
  • ધીરૂભાઈ શાહ
  • પ્રો. મંગળદાસ પટેલ
  • અશોક ભટ્ટ
  • પ્રો. મંગળદાસ પટેલ (કાર્યકારી સ્પીકર)
  • ગણપત વસાવા
  • વજુભાઇ વાળા (કાર્યકારી સ્પીકર)
  • નીમાબેન આચાર્ય (કાર્યકારી સ્પીકર)
  • વજુભાઇ વાળા
  • મંગુભાઇ સી. પટેલ (કાર્યકારી સ્પીકર)
  • ગણપત વસાવા
  • પરબતભાઇ પટેલ (કાર્યકારી સ્પીકર)
  • રમણલાલ વોરા
  • રાજેન્દ્ર ત્રિવેદી
  • નીમાબેન આચાર્ય
  • શંકરભાઇ ચૌધરી

વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT