અધ્યક્ષની વરણીને લઈ શૈલેષ પરમાર લાલઘૂમ કહ્યું, બહુમતી મળી એટલે વિપક્ષને પૂછ્યું પણ નહીં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: 15 મી ગુજરાત વિધાનસભાનું આજે પહેલું સત્ર મળી રહ્યું છે. આ દરમિયાન સત્રની શરૂઆત પહેલા જ  વિધાનસભાના અધ્યક્ષની વરણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂકયો હતો. ઋષિકેશ પટેલે તેનું સમર્થન કર્યુ હતું.  શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારે અધ્યક્ષની વરણીને લઈ કોંગ્રેસના નેતાએ સવાલ ઉઠાવ્યા છે. શૈલેષ પરમારે કહ્યું કે, આ વખતે આટલી બહુમતી મળી એટલે વિપક્ષને કર્ટસી ખાતર પણ પૂછ્યું નહીં.

વિધાનસભા અધ્યક્ષની વરણીને લઈ શૈલેષ પરમારે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. શૈલેષ પરમારે સવાલ ઉઠાવતા કહ્યું કે,  સત્તા પક્ષે વિધાનસભાની પરંપરા તોડી છે. દર વખતે અધ્યક્ષ નક્કી કરતી વખતે સત્તા પક્ષ વિપક્ષના પૂછે છે. આ વખતે આટલી બહુમતી મળી એટલે વિપક્ષને કર્ટસી ખાતર પણ પૂછ્યું નહીં. અમારું સંખ્યાબળ ઘટયું છે, અમારો જુસ્સો નથી ઘટયો, ભૂતકાળમાં પ્રજાના મુદ્દાઓ જે રીતે ઉઠાવતા હતા તે જ રીતે ઉઠવીશું.  ગૃહમાં શૈલેષ પરમારના સરકાર પર ઊઠવેલા સવાલ પર જીતુ વાઘણીએ પલટવાર કર્યો કે, આપ વિપક્ષના નેતા નક્કી નથી કરી શક્યા. મુખ્યમંત્રીએ પૂછવું હોય તો પણ કોને પૂછે.

ગૃહનું પ્રસારણ લાઈવ કરવા માંગણી કરી
કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાએ ગૃહના પ્રસારણને લઈ સવાલ ઉઠાવ્યો છે. તેમણે ગૃહનું લાઈવ પ્રસારણ કરવા કોંગ્રેસે અધ્યક્ષ સમક્ષ માંગણી કરી હતી. આ ઉપરાંત ગૃહમાં કઈક નવું અને ઇનોવેટીવ કરો તેવી શુભકામના પણ આપી.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT