તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
બનાસકાંઠા: અમીરગઢમાં શિવરાત્રીના મેળામાં મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અમીરગઢમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે મહાશિવરાત્રીના મેળામાં 60થી 70 લોકોના ટોળાએ એક યુવક પર…
ADVERTISEMENT
બનાસકાંઠા: અમીરગઢમાં શિવરાત્રીના મેળામાં મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અમીરગઢમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે મહાશિવરાત્રીના મેળામાં 60થી 70 લોકોના ટોળાએ એક યુવક પર હુમલો કર્યો હતો. યુવકને ઢોર માર માર્યા બાદ આ ટોળું તેને મેળાની બાજુ આવેલા મેદાનમાં લઈ ગયું અને ત્યાં પણ મારીમારીને તેીન પાસેથી ફોન અને રોકડ રકમની લૂંટ કરી ટોળું ફરાર થઈ ગયું હતું. ત્યારે અધમૂઓ થઈ ગયેલો યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
60થી 70 લોકોનું ટોળું હથિયારો સાથે ઘુસી આવ્યું
ઘટના મુજબ, બનાસકાંઠાના અમીરગઢ પાસે વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રીનો મેળો ભરાય છે. આ વર્ષે પણ મેળો યોજાયો હતો. જેમાં અમીરગઢના ખુનીયાગામના સરપંચનો પુત્ર પંકજ પણ પહોંચ્યો હતો. દરમિયાન રાજસ્થાની ગેંગના 60થી 70 લોકોનું ટોળું હથિયારો સાથે ત્યાં પહોંચ્યું અને પંકજ પાસેથી બાઈક અને મોબાઈલની માગણી કરી હતી. જોકે પંકજે તે આપવાની ના પાડતા ટોળું તેના પર હથિયારો સાથે તૂટી પડ્યું હતું અને મારી મારીને પંકજને અધમૂઓ કરી નાખ્યો હતો.
ADVERTISEMENT
મોબાઈલમાં કેદ થઈ ગઈ મારામારીની ઘટના
સમગ્ર ઘટના કોઈએ મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. જેમાં દેખાય છે કે, એક ટોળું યુવક પાછળ પડ્યું છે. યુવક મારથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ ટોળકી તેની પાછળ દોડીને માર મારી રહી છે.
યુવકે મારીને લૂંટી લીધો પછી ફેંકી દીધો
ટોળું આટલેથી ન ધરાયું અને યુવકને મેળાની બાજુમાં અન્ય જગ્યાએ લઈ જઈને ત્યાં પણ માર માર્યો હતો અને તે મરી ગયો એમ સમજીને તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને હાલમાં તો સરપંચના પુત્રને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યો છે. જોકે પરિવાર દીકરો સાજો થઈ જાય તે પછી પોલીસ ફરિયાદ કરવા જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT