રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ. યુનિટની સ્થાપના માટે થયા MoU, 1 લાખ યુવાનોને મળશે નોકરી 

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ગુજરાતની મુલાકાતે અનેક દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. આજે ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા છે. કેન્દ્રીય રેલવેમંત્રીના આજે ગુજરાતમાં અનેક કાર્યક્રમો છે. ત્યારે કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણો માટેના MOU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય મંત્રીઅશ્વિની વૈષ્ણવ હાજરીમાં થયા. રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર અવસર મળવાની દિશા ખુલવા સાથે દેશના રાજ્યોમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં આ રોકાણ સૌથી મોટું રોકાણ થશે.

1,54,000 કરોડના MoU થયા
ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણો માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર અવસર મળવાની સંભાવના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તાજેતરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતુ વાઘાણીએ જાહેર કરેલી ડેડીકેટેડ ‘સેમી કન્ડક્ટર પોલિસી’ની સફળતા આ એમ.ઓ.યુ.થી સાકાર થશે. ગુજરાત વડાપ્રધાનના નેતૃત્વમાં પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમી કન્ડક્ટર પોલિસી સાથે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત  કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્હ્યુંકે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ છે તથા દેશ વિદેશના રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટને રાજ્ય સરકારના સહયોગની ખાતરી આપી હતી. આ મિશન પણ પ્રોજેક્ટની સફળતા માટે સહાયતા પૂરી પાડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT