ઉર્દૂ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ હીરા બાને શ્રદ્ધાંજલી પાઠવી, 2 મિનિટનું મૌન પાળ્યું
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની ઉંમરે નિધન થયું છે. આ દુઃખદ ક્ષણમાં વડાપ્રધાન મોદીની સાથે સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. ત્યારે…
ADVERTISEMENT
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની ઉંમરે નિધન થયું છે. આ દુઃખદ ક્ષણમાં વડાપ્રધાન મોદીની સાથે સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. ત્યારે સુરતની શાળામાં વિદ્યાર્થીનીઓએ વડાપ્રધાન મોદીના માતાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. પક્ષીવિદ ડો. સલીમ અલી ઉર્દૂ પ્રાથમિક શાળા કમરૂનગર લિંબાયતની વિધાર્થિનીઓએ બે મિનિટ મૌન પાળીને હીરાબાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. નોંધનીય છે કે અત્યારે દેશમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. ત્યારે વડાપ્રધાન સાથે સમગ્ર દેશ આ દુખની ઘડીમાં સાથે છે.
હીરા બાને શ્રદ્ધાંજલી પાઠવી
વડાપ્રધાન મોદી તેમના માતાને ભગવાનનો દરજ્જો આપતા હતા. હીરા બા હજુ પણ વડાપ્રધાન મોદીને નવી સીખ આપતા અને જીવનમાં માર્ગદર્શન આપતા હતા. તેમના 100મા જન્મ દિવસે વડાપ્રધાન મોદીએ માતા હીરા બાના આશીર્વાદ લીધા હતા. માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ વિશ્વભરમાં જાણીતો છે. તેવામાં હીરા બાના નિધનથી વડાપ્રધાન મોદી ઘણા ભાવુક જોવા મળ્યા છે. ઉર્દૂ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ 2 મિનિટનું મૌન પાળીને હીરા બાને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
સાદું ભોજન અને લાપસી તેમનું મનપસંદ ભોજન હતુ
હીરાબાને ઘરનું ખાવાનું જ પસંદ હતું. તેઓ મોટેભાગે ઘરનો જ ખોરાક લેતા. તેમને ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ વધારે ભાવતી હતી. ગળ્યામાં તેમને લાપસી વધારે ભાવતી. જન્મદિવસના અવસરે જ્યારે પણ પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા જતા, તો તેમને હીરાબા સાકર અને લાપસીથી મોઢું મીઠું કરાવતા હતા. પ્રધાનમંત્રી જ્યારે પણ હીરાબા સાથે ભોજન કરતા તો તેઓ હંમેશા સાદું ભોજન જ લેવાનું પસંદ કરતા હતા.
ADVERTISEMENT
With Input: સંજયસિંહ રાઠોડ
ADVERTISEMENT