અમદાવાદમાં સ્કૂલના મિત્રએ શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી 14 લાખ પડાવી લીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં લગ્નની લાલચે શિક્ષિકા પાસેથી ધીમે ધીમે 14 લાખ રૂપિયા પડાવી લેવાનો મામલો સામે આવ્યો છે. શિક્ષિકાએ આ અંગે પ્રેમી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સ્કૂલના જૂના મિત્ર સાથે મહિલાની સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી સંપર્ક થયા હતો, જે બાદ યુવકે મહિલાને લગ્નની લાલચ આપીને આપઘાત કરી લેવાનું તરકટ રચી પૈસા પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

2021માં શિક્ષિકાના થયા હતા છૂટાછેડા
વિગતો મુજબ, ગોદરેજ ગાર્ડન સિટીમાં 35 વર્ષની મહિલા સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. મહિલાને પતિ સાથે મનમેળ ન આવતા તેણે 2021માં પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં મહિલાને ફેસબુકમાં સ્કૂલમાં સાથે ભણતા જીગર નામના યુવકની રિક્વેસ્ટ આવી. બંને સ્કૂલ સમયના મિત્રો હોવાથી બંને વચ્ચે મેસેજથી વાત થવા લાગી.

સ્કૂલ મિત્રએ વિશ્વાલમાં લઈને માગ્યા પૈસા
દરમિયાન એક દિવસે જીગરે મહિલાને ફોન કર્યો અને કહ્યું કે, મારે પૈસાની જરૂર છે, જો પૈસાની સગવડ નહીં થાય તો હું આપઘાત કરી લઈશ. આથી મહિલાએ જીગરને 2 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં જીગરે મહિલાને લગ્નની લાલચ આપી અને થોડા સમય પછી ફરી પૈસાની માગણી કરી. મહિલાએ પૈસા આપવાની ના પાડતા જીગરે કહ્યું, આપણે તો લગ્ન કરવાના છીએ. આમ લગ્નનો વિશ્વાસ આપીને પૈસા પડાવ્યા. બાદમાં એક દિવસ પોતાના મિત્રને લઈને મહિલાના ઘરે પહોંચ્યો અને ફરી પૈસાની માગણી કરી.

ADVERTISEMENT

પૈસા લઈને લગ્નની પાડી દીધી ના
આમ શિક્ષિકા પાસેથી 14.69 લાખ રૂપિયા ધીમે ધીમે કરીને પડાવી લીધા. મહિલાએ પૈસાની માગણી કરતા જીગર અને તેના મિત્ર નિકુલ બંને તેને બહાના બતાવવા લાગ્યા અને જીગરે લગ્ન કરવાની પણ ના પાડી દીધી. બાદમાં શિક્ષિકાના લગ્ન અન્ય જગ્યાએ નક્કી થઈ જતા તેણે જીગર પાસે પૈસાની માગણી કરતા તેને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી મહિલાએ સમગ્ર મામલે સ્કૂલના મિત્ર સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT