મંદિર નિર્માણમાં પણ કૌભાંડ: અતિપ્રાચીન મંદિરના ગર્ભગૃહ સુધી ગટરનું પાણી પહોંચ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : પ્રાચીન ગોપીનાથ મંદિરના ગર્ભગૃહમાં પાણી નહી નિકળી શકવાના કારણે તેની વિપરિત અસર શિવલિંગ અને જળધારી પર પડી રહ્યો છે. મંદિરની જળધારી પોતાના મુળ સ્થાનથી નીચેની તરફ ધસી રહ્યું છે. સાથે જ મંદિરના શીર્ષ ભાગમાં સ્થાપિત ગુંબજ પણ ક્ષતિગ્રસ્ત થઇ રહ્યું છે. મંદિરનો દક્ષિણ ભાગ પણ ઝુકી રહ્યો છે. જેના કારણે ભવિષ્યમાં મંદિરને ખતરો થઇ શકે છે. હકહકુકધારી તથા સ્થાનિક લોકોએ ગોપીનાથ મંદિરના જીર્ણોધ્ધારની માંગ અંગે જિલ્લાધિકારીને રજુઆત કરી છે.

જિલ્લાધીકારીને મળેલા હક-હકૂકધારી અને સ્થાનિક લોકોએ કહ્યું કે, મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગની જલેરી પોતાના મુળ સ્થાનથી નીચે તરફ ધસી રહી છે. પુરાતત્વ વિભાગ તરફથી પૂર્વથી અહીં મંદિર પરિસરમાં નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં નથી થઇ રહ્યું. જેના કારણે યોગ્ય કાર્યવાહી નથી થઇ રહી આ ઉપરાંત મંદિરના બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. અને એવા નિર્માણકાર્ય કરાવવામાં આવી રહ્યા છે જે પુરાતાત્વિક દ્રષ્ટિકોણથી યોગ્ય નથી.

તેમણે મંદિર પરિસરમાં સ્થાપિત ત્રિશૂલના સંરક્ષણ તથા ગોપીનાથ મંદિરના સંરક્ષણ માટે પુરાતત્વ વિભાગના વિશેષજ્ઞ પુરાતત્વવિદોની પેનલ બનાવીને સંયુક્ત નિરીક્ષણ કરાવવાની માંગ કરી. બીજી તરફ જિલ્લાધિકારી હિમાંશુ ખુરાનાએ કહ્યું કે, ઝડપથી પુરાતત્વન વિભાગ તથા પ્રશાસનની ટીમ ઝડપથી મંદિરનું નિરીક્ષણ કરશે.

ADVERTISEMENT

લોકોએ મંદિરની આસપાસ બિછાવવામાં આવેલી સીવર લાઇન પર પણ સવાલ ઉઠી રહ્યા છે. કહ્યું કે, સીવર લાઇનનું નિર્માણ માનકોની અનુસાર નથી થયું. જેના કારણે સીવરનું પાણી છેક મંદિર સુધી આવી રહ્યું છે. તેમણે નમામિ ગંગે હેઠળ નિર્મિત સિવેઝ લાઇનના નિરીક્ષણ માટે નમામિ ગંગે યોજનાના અધિકારીઓને નિર્દેશીત કરવાની માંગ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT