રાજકોટમાં AIIMS ચાલુ થતા પહેલા જ કૌભાંડ શરૂ, બોગસ જોઈનિંગ લેટરથી નોકરી અપાવવાનું કૌભાંડ ખૂલ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટમાં બની રહેલી AIIMS હજુ શરૂ પણ નથી થઈ ત્યાં કૌભાંડ થવાનું શરૂ થઈ ગયું છે. ખંઢેરી નજીક નવી બની રહેલી એઈમ્સમાં બોગસ જોઈનીંગ લેટરના આધારે નોકરી અપાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. બોગસ જોઈનિંગ લેટર સાથે AIIMSમાં પહોંચેલી યુવતીથી સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. જે બાદ પડધરી પોલીસે ગુનો નોંધીને રાજકોટના ડો. અક્ષય જાદવની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે જ એઈમ્સના ચાર બોગસ જોઈનિંગ લેટર બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

બોગસ જોઈનિંગ લેટર લઈને નોકરી માટે પહોંચી યુવતી
વિગતો મુજબ, 20મી ફેબ્રુઆરીએ એક યુવતી નવી બની રહેલી એઈમ્સમાં પહોંચી અને સિક્યોરિટી સુપરવાઈઝરે પાસે જઈને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જયદેવસિંહ વાળાને મળવાનું જણાવ્યું. બાદમાં યુવતી ચેમ્બરમાં ગઈ અને એઈમ્સ રાજકોટ ગુજરાતના સીમ્બોલવાળો જોઈનિંગ લેટર આપ્યો હતો. આ લેટરમાં યુવતી લેબ ટેકનિશિયન તરીકે ઓઈમ્સમાં નોકરીએ રાખવામાં આવી હોવાનો ઉલ્લેખ હતો અને તેને રૂ.36 હજાર પગાર મળશે એમ લખ્યું હતું. આ બાબતે પૂછપરછ કરતા તેણે ડો. અક્ષય જાદવે લેટર આપ્યો હોવાનું જાણવા મળ્યું. એઈમ્સમાં નોકરીની જગ્યા હોવાથી ડો. જાદવે તેના ડોક્યુમેન્ટ તપાસી વીડિયોગ્રાફીથી ઈન્ટરવ્યૂ લઈને જોઈનિંગ લેટર આપ્યો હતો.

એડમિનને શંકા જતા તપાસ કરી અને કૌભાંડ ખૂલ્યું
જોકે હોસ્પિટલમાં લેબ ટેકનિશિયનની કોઈ ભરતી ન થઈ હોવાથી જયદેવસિંહ ચોંક્યા હતા. જે બાદ યુવતી ત્યાંથી જતી રહી. બાદમાં તપાસ કરી જયદેવસિંહ પડધરી પોલીસ સ્ટેશનમાં ડો. જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડો. જાદવે આવા 4 બોગસ જોઈનિંગ લેટર બનાવ્યાની કબૂલાત કરી હતી. તેણે એઈમ્સની વેબસાઈટ પરથી ડોક્યુમેન્ટ અપલોડ કરી બોગસ જોઈનિંગ લેટર બનાવ્યા હતા.

ADVERTISEMENT

પોતાનું ક્લિનિક શરૂ કરવાની તૈયારીમાં હતો તબીબ
પોલીસે જણાવ્યું કે, ડો. જાદવે BHMS સુધીનો અભ્યાસ કર્યો છે અને બી.એ ડાંગર હોસ્પિટલમાં નોકરી કરી ચૂક્યો છે તથા એક મહિના પહેલા જ ત્યાંથી નોકરી છોડીને પોતાનું ક્લિનિક શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. જોકે આ પહેલા જ કૌભાંડમાં તે પકડાઈ ગયો છે. હાલમાં આ ડોક્ટરે બોગસ જોઈનિંગ બનાવવા ઉમેદવારો પાસેથી કેટલા પૈસા વસૂલ કર્યા છે તેની તપાસ પોલીસ કરી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT