SBIના ગ્રાહકો ચેતજો: Drinik વાયરસથી તમે થઈ જશો ખાલીખમ, 18 બેંકોના ગ્રાહકો છે ટાર્ગેટ
નવી દિલ્હી: Drinik એન્ડ્રોઇડ ટ્રોજનનું નવું વર્ઝન જોવા મળ્યું છે. આ વર્ઝન 18 ભારતીય બેંકોના યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યું છે. આ ટ્રોજન યુઝર્સના અંગત ડેટા…
ADVERTISEMENT
નવી દિલ્હી: Drinik એન્ડ્રોઇડ ટ્રોજનનું નવું વર્ઝન જોવા મળ્યું છે. આ વર્ઝન 18 ભારતીય બેંકોના યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યું છે. આ ટ્રોજન યુઝર્સના અંગત ડેટા અને બેંકિંગ ઓળખપત્રની ચોરી કરે છે. Drinik એન્ડ્રોઇડ ટ્રોજન ભારતમાં 2016 થી ફરતું થઈ રહ્યું છે. તેનો ઉપયોગ SMS ચોરવા માટે થતો હતો, પરંતુ સપ્ટેમ્બર 2021માં તેમાં એક બેંકિંગ ટ્રોજન પણ ઉમેરવામાં આવ્યું છે.
ત્યારથી આ વાયરસ 27 બેંકિંગ સંસ્થાઓના યુઝર્સને ટાર્ગેટ બનાવી રહ્યો છે. ડ્રિંકિન વાયરસનું આ વર્ઝન યુઝર્સને ફિશિંગ પેજ પર લઈ જાય છે અને પછી યુઝર્સના ડેટાની ચોરી કરે છે. આ વાયરસના નિર્માતાઓએ તેને સંપૂર્ણ એન્ડ્રોઇડ બેંકિંગ ટ્રોજનમાં વિકસાવ્યું છે.
સ્ક્રીન રેકોર્ડિંગથી ડેટાની કરે છે ચોરી
હવે આ વાયરસ યૂઝર્સના ફોનમાં પ્રવેશ્યા બાદ સ્ક્રીન રેકોર્ડિંગથી કી-લોગિંગ, એક્સેસિબિલિટી સેવાઓ અને અન્ય વિગતો ચોરી શકે છે. લેટેસ્ટ વર્ઝન iAssist નામની એપ્લીકેશન થી થઈ રહી છે આ કામગીરી. આ એપ્લિકેશનને ઘણા લોકો આવકવેરા વિભાગના ટેક્સ મેનેજમેન્ટ ટૂલ તરીકે ડાઉનલોડ કરી રહ્યા છે. ઇન્સ્ટોલેશન પછી, આ ટ્રોજન યુઝર્સને SMS વાંચવા, પ્રાપ્ત કરવા અને મોકલવા માટે પરવાનગી માંગે છે. આ ઉપરાંત, તે યુઝર્સના કૉલ લોગ અને એક્સટર્નલ સ્ટોરેજની ઍક્સેસ પણ લે છે. તમે તેને બધી પરમિશન આપો તો તેનું કામ થઈ જાય. આ પછી, તે યુઝર્સને ઍક્સેસિબિલિટી સેવાઓનો ઉપયોગ કરવાની પરવાનગી માંગે છે. પરવાનગી મળ્યા પછી, આ ટ્રોજન Google Play Protect ને અક્ષમ કરે છે.
ADVERTISEMENT
કી પ્રેસ પણ કરે છે કેપ્ચર
ટ્રોજન ગેસ્ટર નેવિગેશન, સ્ક્રીન રેકોર્ડિંગ અને કી પ્રેસને પણ કેપ્ચર કરે છે. આ વર્ઝનમાં ફિશિંગ પેજને બદલે વાસ્તવિક આવકવેરા સાઇટનું પેજ ખુલે છે. આ વાયરસ વેબ વ્યુની મદદથી આવકવેરા સાઇટ ખોલે છે. જ્યારે યુઝર અહીં લોગ ઇન કરે છે. તે સ્ક્રીન રેકોર્ડિંગની મદદથી તેની વિગતો ચોરી લે છે. ત્યાર બાદ યુઝર્સની સ્ક્રીન પર એક ફેક ડાયલોગ બોક્સ ખુલે છે, જેમાં કહેવામાં આવે છે કે યુઝરને 57,100 રૂપિયાનું રિફંડ મળી રહ્યું છે. રિફંડનો દાવો કરવા માટે, યુઝર્સએ ક્લેમ બટન પર ક્લિક કરવું પડશે. યુઝર એપ્લાય બટન પર ક્લિક કરતાની સાથે જ યુઝરની સ્ક્રીન પર એક ફિશિંગ પેજ ખુલે છે. જે આવકવેરા વિભાગની સાઇટનો ક્લોન છે. અહીં આ ટ્રોજન યુઝર્સ પાસેથી તેમની બેંકિંગ વિગતો ચોરી લે છે. આ ટ્રોજનનો ટાર્ગેટ SBI સહિત 18 બેંકોના ગ્રાહકો છે.
ADVERTISEMENT