BCCIની અરજી પર સુપ્રિમ કોર્ટનો મોટો નિર્ણય, જય શાહ અને ગાંગુલી પદ પર કાર્યરત રહેશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને સુપ્રિમ કોર્ટ દ્વારા મોટી રાહત મળી ગઈ છે. તેમનો કાર્યકાળ વધુ 3 વર્ષ સુધી યથાવત રહેશે. બુધવારે સુપ્રિમ કોર્ટે BCCIના સંવિધાનમાં સંશોધન સાથે સંકળાયેલી અરજી પર મોટો નિર્ણય લીધો છે. એટલે કે હવે બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહના કાર્યકાળ સામે કોઈપણ પ્રકારનું સંકટ જણાઈ રહ્યું નથી.

એક કાર્યકાળ પછી કૂલિંગ ઓફ પીરિયડની જરૂર નથી- સુપ્રિમ કોર્ટ
સુપ્રિમ કોર્ટ દ્વારા પોતાના નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે BCCIના એક કાર્યકાળ પછી કૂલિંગ ઓફ પીરિયડની જરૂર નથી. પરંતુ બે કાર્યકાળ પછી આવું કરવું પડશે. સુપ્રિમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટપણે સામે આવ્યું છે કે સૌરવ ગાંગુલી અને જય શાહ આગામી ત્રણ વર્ષ સુધી પોતાના પદ પર કાયમ રહેશે.

જાણો ગાંગુલી અને જય શાહનો કાર્યકાળ ક્યારે પૂરો થશે?
ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 23 ઓક્ટોબર 2019ના દિવસે BCCI અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. જ્યારે જય શાહ 24 ઓક્ટોબર 2019ના દિવસે BCCIના સેક્રેટરી બન્યા હતા. તેવામાં બંનેનો કાર્યકાળ આગામી મહિના એટલે કે ઓક્ટોબર 2022માં પૂરો થવા જઈ રહ્યો હતો. આ કારણ હતું કે BCCI દ્વારા સુપ્રિમ કોર્ટમાં આ કેસમાં દાખલ અરજી પર સુનાવણી કરવા અપિલ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

હવે ગાંગુલી અને જય શાહને સુપ્રિમ કોર્ટ દ્વારા રાહત મળી ગઈ છે. તેવામાં બંને 2025 સુધી પોતાના પદ પર કાર્યરત રહેશે. સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય માત્ર બોર્ડ અધ્યક્ષ અને બોર્ડ સચિવ માટે જ નથી પરંતુ BCCI અને સ્ટેટ એસોસિએશનના તમામ અધિકારીઓ/પદો માટે છે.

BCCIએ કાર્યકાળ અંગે અગાઉ અરજી કરી હતી….
કાર્યકાળ અંગે BCCIએ કોર્ટમાં અરજી કરી હતી કે તેમના અધિકારીઓએ સતત 2 કાર્યકાળ સુધી કાર્યરત રહેવું હોય તો એની અનુમતિ આપી દેવી જોઈએ. આ કાર્યકાળ સ્ટેટ એસોસિએશન સાથે સંકળાયેલો પણ હોઈ શકે છે. તેવામાં હવે આ અપિલને સુપ્રિમ કોર્ટે સ્વીકારી લીધી છે. હવે જો કોઈ અધિકારી BCCIમાં એક પદ પર સતત 2 કાર્યકાળ પૂરા કરે છે, ત્યારે એને 3 વર્ષનો કૂલિંગ પીરિયડ રાખવાનો હોય છે. જ્યારે સ્ટેટ એસોસિએશનમાં આ કૂલિંગ પીરિયડ 2 વર્ષનો હોય છે.

ADVERTISEMENT

શું છે BCCIનો આ નિયમ?
BCCIના સંવિધાનમાં 2018માં લાગૂ કરાયેલા નિયમ પ્રમાણે અધિકારીઓને 3 વર્ષનો કૂલિંગ પીરિયડ ફરજિયાત પાળવો પડે છે. તેવામાં બોર્ડની અરજી પ્રમાણે હવે આ સમયગાળો 2 ટર્મ સુધીનો કરાયો છે. એટલે કે 6 વર્ષ સુધી કાર્ય કર્યા પછી કોઈપણ અધિકારી આપમેળે ચૂંટણી રેસમાંથી બહાર થઈ જાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT