કચ્છમાં સરપંચ પુત્રએ કરી દારૂની રેડ, પોલીસ પર હપ્તા ઉઘરાવવાનો લગાવ્યો આરોપ
કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યમાં દારૂબંધી પેપર પર જ જોવા મળી રહી હોય તેમ ઠેર ઠેર દારૂના વેપલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કચ્છમાં દારૂબંધી…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યમાં દારૂબંધી પેપર પર જ જોવા મળી રહી હોય તેમ ઠેર ઠેર દારૂના વેપલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કચ્છમાં દારૂબંધી સામે સવાલ કરતો વિડીયો વાયરલ થયો છે. દારૂબંધીના ધજાગરા ઉડતા જોઈ સરપંચ પુત્ર દારૂ ખરીદનારને પકડી પોલીસ સ્ટેશન ઢસડી જતા તેનો વીડિયો હવે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
પશ્ચિમ કચ્છના એક પોલીસ સ્ટેશનમાં એક એવો વિચિત્ર બનાવ બન્યો. એક યુવક દારૂની થેલીઓ લઈ કચ્છના ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂની થેલીઓ પોલીસ સ્ટેશન ઓફિસર સામે ઠાલવી હતી. કચ્છના માંડવી તાલુકામાં આવેલાં શેરડી ગામના સરપંચ પુત્ર દ્વારા ગામમાં વેચાતા દારૂ મુદ્દે પોલીસ ઇન્સ્પેકટરને જાણ કર્યા છતાંય પોલીસ સ્થળ પર ન પહોંચતા યુવકે ન છૂટકે જનતા રેડ કરી એક યુવકને દેશી દારૂની થેલીઓ સાથે પકડી તેને પોલીસ સ્ટેશન ઢસડી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશ્યલ મીડિયા પર વારાલ થઈ થયો છે.
પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવનાર રમણીક ગરવા વ્યવસાયે વકીલ છે. અને માંડવી તાલુકાની શેરડી ગંગાપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચના પુત્ર છે. રમણીક ગરવાનાં જણાવ્યા અનુસાર ગત વર્ષે ગ્રામ પંચાયતની ચુંટણી પહેલા જ રમણીક ભાઈ દ્વારા તેમના માતા જીતશે તો ગામમાં દારુ બંધ કરાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. ચૂંટણી જીત્યા બાદ તેમના દ્વારા અનેક વખત આ મુદ્દે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા છતાંય પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને ખુલ્લેઆમ બૂટલેગરો પાસેથી હપ્તા ઉગરવવામાં આવતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT