સિંધુભવન રોડ પર ફટાકડા ફોડી ઉત્પાત મચાવનારા 9 આરોપીઓ પોલીસના સકંજામાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે કેટલાક યુવાનોએ રોડને બાનમાં લીધો હોય તેમ રોડ પર જ ફટાકડા ફોડ્યા હતા. સ્ટંટ કરી ચાલુ ગાડીએ ગાડી પર ફટાકડા ફોડયા હતા. ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. યુવાનોએ પોતાના સાથે રાહદારીઓના જીવ જોખમમાં મૂકી અને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ સ્ટંટ કરનારની આજે સરખેજ પોલીસે ધરપકડ કરી છે.

સિંધુભવન રોડ પર  જોખમી રીતે આતશબાજી કરીને સ્ટંટ  કરનાર યુવકોએ રોડ બાનમાં લીધો હતો.  પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકાયએ રીતે ઉત્પાત મચાવનારા 9 શખ્સોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી 2 સુરેન્દ્રનગરના છે. સાથે જ પોલીસ દ્વારા સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી છે.

આ આરોપી ઝડપાયા
પોલીસે સ્ટંટ કરતાં 9 આરોપીને ઝડપી પડ્યા છે જેમાં હર્ષદ ગરાંભા, યશવંત ગરાંભા, તેશ ઠાકોર, સાહિલ કુરેશ, અસદ મેમણ અને સમીર શેખની ધરપકડ કરી છે. હર્ષદ અગાઉ દારૂના કેસમાં પણ પોલીસના ચોપડે ચડી ચૂક્યો છે. તમામ આરોપીઓને આકરી સજા કરવામાં આવશે તેવો પોલીસે દાવો કર્યો છે.

ADVERTISEMENT

શું છે મામલો 
દિવાળી પર્વની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.  આ દરમિયાન અમદાવાદના સિંધુ ભવન રોડ પરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યાં હંમેશા લોકોથી ધમધમતા સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે નબીરા સ્કોર્પિયો ગાડી પર ચાલુ ગાડીએ ફટાકડા ફોડતા નજરે પડયા. વીડિયોમાં બે નબીરા ગાડીના બોનેટ પર બેઠા છે. જ્યારે ત્રણ દરવાજા પર લટકેલા છે. અને ગાડી પર ફટાકડાનું બોક્સ રાખ્યું છે. જેમાંથી ચાલુ ગાડીએ રોડ પર ફટાકડા ફોડ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT