જેલમાંથી બહાર આવતા જ સપના ગિલે ક્રિકેટર પૃથ્વી શો સામે ફરિયાદ નોંધાવી, આવા ગંભીર આક્ષેપો કર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સપના ગિલ અને ક્રિકેટર પૃથ્વી શો વચ્ચેનો વિવાદ હજુ સુધી સમાપ્ત થતો જણાતો નથી. સોમવારે, સોશિયલ મીડિયા ફેમ સપનાએ 23 વર્ષીય ક્રિકેટર અને તેના મિત્ર આશિષ યાદવ વિરુદ્ધ મુંબઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેની કારની વિન્ડશિલ્ડને સેલ્ફી વિવાદ દરમિયાન ઝપાઝપીમાં નુકસાન થયું હતું.

મેજિસ્ટ્રેટ દ્વારા જામીન મળ્યા બાદ સપના ગિલ મુંબઈ પોલીસની કસ્ટડીમાંથી બહાર નીકળી ગઈ છે, જે બાદ તેણે ફરિયાદ નોંધાવી છે. પૃથ્વી શૉના મિત્રની કારમાં તોડફોડ કરવા બદલ ઓશિવારા પોલીસ દ્વારા નોંધાયેલા આઠમાંથી એક આરોપી એવી સપનાએ આરોપ મૂક્યો છે કે તે ભારતીય ક્રિકેટર અને તેના મિત્રોએ તેમને પ્રથમ ઉશ્કેર્યા હતા. શૉએ મુંબઈની એક હોટલમાં જમતી વખતે કથિત રીતે સેલ્ફી લેવાનો ઇનકાર કર્યા પછી આ બબાલ થઈ હતી.

પૃથ્વી શૉ વિરુદ્ધ સપના ગિલની ફરિયાદ
સપનાની ફરિયાદ કલમ 34, 120B, 146 , 148, 149, 323, 324, 351, 354 અને 509 હેઠળ ફરિયાદ નોંધાવી છે. સપના ગિલે કહ્યું કે, તે 15 ફેબ્રુઆરીએ એક ક્લબમાં ગઈ હતી જ્યાં તેણે ક્રિકેટરને કથિત રીતે નશાની હાલતમાં જોયો હતો. તેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, શોભિત ઠાકુર નામના તેના મિત્રએ સેલ્ફી લેવા માટે શોનો સંપર્ક કર્યો હતો. શૉ કથિત રીતે ઠાકુરને દુશ્મનાવટ સાથે મળ્યો હતો અને તેણે બળપૂર્વક તેના મિત્રનો ફોન લઈને ફેંકી દીધો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: નડિયાદમાં ઓવરસ્પીડમાં બાઈક હંકાવનારા પુત્રના કારણે વિધવાને ફ્રેક્ચર થયું, દીકરા સામે જ કર્યો પોલીસ કેસ

‘પૃથ્વી શોએ ફરિયાદ ન કરવા વિનંતી કરી હતી’
સપનાએ પોતે તે ક્રિકેટ લવર ન હોવાનું જણાવતા કહ્યું કે, તે પૃથ્વી શૉ કોણ છે તે જાણતી નથી પરંતુ જે રીતે તે બધા તેના મિત્રની પીટાઈ કરતા હતા, ત્યારે વચ્ચે પડીને તેણે મિત્ર પર હુમલો ન કરવા વિનંતી કરી. તે સમયે, પૃથ્વી શૉએ કથિત રીતે અયોગ્ય રીતે સપના ગિલને સ્પર્શ કર્યો અને તેને ધક્કો માર્યો. સપના ગિલે એવો પણ દાવો કર્યો હતો કે, તેણે ક્રિકેટર અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરી તો તેમણે હાથ જોડીને પોલીસ કેસ ન કરવા વિનંતી કરી. તેમની વિનંતીને કારણે જ દયા દાખવી તેણે તે સમયે કેસ નહોતો કર્યો.

ADVERTISEMENT

સેલ્ફી વિવાદમાં નવો વળાંક
સપનાએ આરોપ લગાવ્યો કે, ‘પૃથ્વી શૉ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, દરમિયાન, પૃથ્વી શૉએ સપના ગિલ સામે છેડતીનો કેસ કર્યો હતો. તેના વિશે બોલતા, સપના ગિલે કહ્યું, “તે કહે છે કે મેં 50,000 રૂપિયા માંગ્યા છે. આ દિવસોમાં 50,000 શું છે? હું બે રીલ બનાવી શકું છું અને એક દિવસમાં આટલી કમાણી કરી શકું છું. આરોપ ચોક્કસ સ્તરનો હોવો જોઈએ.’

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT