દશેરાના દિવસે જ ઘોડું ના દોડ્યું, સંતરામપુરમાં 1.5 કરોડના બાઈક સળગી ગયા પાલિકાનો બંબો ચાલુ જ ન થયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી/સંતરામપુર: સંતરામપુર શહેરમાં આવેલા કોલેજ રોડ ખાતેના ગાંધી મોટર્સ નામના હોન્ડા બાઇક શો રૂમમાં ગઈકાલે ભીંષણ આગ ભભૂકતા 100 જેટલી બાઇકો બળીને ખાખ થઈ ગઈ. જેમાં એકથી દોઢ કરોડના નુકસાનની આશંકા છે. સંતરામપુર નગર પાલિકાની ફાયર બ્રિગેડ કાર્યરત ન હોવાથી 50 કિલોમીટર દૂર ઝાલોદ અને લુણાવાડાથી ફાયર બ્રિગેડને બોલવામાં આવી. પરંતુ ત્યાં સુધીમાં આગે આખા શો રૂમને ઝપેટમાં લઈ લેતા આખો શો રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે ઘટનાને જાણ થતાં સ્થાનિક લોકો પાણીના ટેન્કર લઈ ઘટના સ્થળે દોળી આવતા આગ પર કાબુ મેળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ત્યારે અહીં સવાલ એ ઉદભવે છે કે ગુજરાત સરકાર શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોર ખુદ અહીંયાના વતની છે અને સંતરામપુરમાં જ રહે છે. ત્યારે મંત્રીના ગામમાં જ ફાયર બ્રિગેડ બંધ હાલતમાં હોવાથી વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતાના અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

રાત્રે શો રૂમમાં આગ લાગતા 100 જેટલી બાઈકો બળી ગઈ
સંતરામપુર શહેરના નર્સિંગપુર પાસે આવેલા ગાંધી મોટર્સ હોન્ડા શો રૂમના કે જ્યાં રાત્રીના સમયે ભીંષણ આગ ની ઘટના બની હતી. જેમાં અંદાજીત 100 જેટલી બાઇકો અને શો રૂમમાં રાખેલી એસેસરીઝ, સ્પેરપાર્ટ, ઓઇલ સહિત તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અમને અહીંયા આગ લાગી એવો કોલ આવતા અમે પાણીનું ટેન્કર લઈ દોળી આવ્યા હતા અને આગ બુજવવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજીત 4 થી 5 જેટલા પાણીના ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી. તો અન્ય સ્થાનિક જણાવી રહ્યા હતા કે સંતરામપુર નગર પાલિકામાં ફાયર ફાયટર બગળેલી હાલતમાં હોવાના કારણે છેક દૂર 50 કિલોમીટર ઝાલોદથી અને લુણાવાડા ખાતેથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવી પડી હતી. અને તેમને આવતા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો જેમાં સ્થાનિકોએ ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

ADVERTISEMENT

શિક્ષણમંત્રીના મત વિસ્તારમાં જ ફાયર બ્રિગેડ બંધ હાલતમાં
સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને હાલ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના શિક્ષણ મંત્રી ખુદ સંતરામપુરના વતની છે અને તેઓ સંતરામપુરમાં જ રહે છે તો પણ પોતાના મત વિસ્તારમાં ફાયર બ્રિગેડ કાર્યરત નથી. જેથી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યોગ્ય સમયસર મદદ ન મળતા લોકો રોષે ભરાયા છે. જો સંતરામપુર શહેરમાં ફાયર બ્રિગેડ કાર્યરત હોત અને સમયસર આવી જાત તો કદાચ આટલું મોટું નુકસાન શો રૂમ માલિકને વેઠવાનો વારો ન આવતો.

પાલિકા 40 લાખના ખર્ચે ફાયર સ્ટેશન બનાવે છે, પણ બંબો બંધ હાલતમાં
હોન્ડા શો રૂમમાં લાગેલ આગમાં સંતરામપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. નગરજનો જાન માલની રક્ષા કરવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે અને ખરા સમયે સંતરામપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર કામના લાગ્યું કારણકે નગરપાલિકાને મલાઈદાર કામમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. જીવન જરૂરી તેમજ લોકોના જાન માલની રક્ષા માટે જરૂરી વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓને નગરના લોકોના જાન માલની કોઈ ચિંતા નથી. નગરની સ્વચ્છતા માટે તેમજ જાન માલની રક્ષા માટે સરકાર દ્વારા આપવામાં આવતા વાહનો બિસ્માર હાલતમાં અને ધૂળ ખાઈ રહ્યા છે જે તસવીરોમાં જોઈ શકાય છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

નગરપાલિકા ચીફ જવાબદારીઓથી દૂર ભાગે છે
સંતરામપુર નગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કરી ફાયર સ્ટેશન બનાવી રહી છે. ત્યારે સવાલ એ છે કે આગ લાગે ત્યારે આગ બુઝાવવા જેની તાતી જરૂર તેવા ફાયર ફાઈટટ કાર્યરત હોવા જોઈએ. તે બંધ હાલતમાં પડ્યા છે તેને પ્રાથમિકતા આપી રીપેર કરીને રાખવા જોઈએ. જેથી આગ લાગે ત્યારે કૂવો ખોદવો ન પડે પરંતુ નગરપાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓને ફક્ત મલાઈદાર કામકાજમાં રસ હોય તેવું દેખાઈ રહ્યું છે. જેથી નગરજનોમાં નગરપાલિકા પર આક્રોશ છે અને સંતરામપુર નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ બાબતે ગુજરાત Takએ નગરપાલિકાના ચીફ ઓફિસર દીપસિંહ હઠીલાનો ટેલિફોનિક સમ્પર્ક કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉઠાવ્યો નહોતો અને જેથી કાંઈકને કાંઈક રીતે પોતાની જવાબદારીથી દૂર ભાગતા હોય તેમ લાગી રહ્યુ છે.

    follow whatsapp

    ADVERTISEMENT