Love and War: રણબીર-આલિયા-વિકીની લવ સ્ટોરી, સ્ટારકાસ્ટને લઈ ભણસાલીની મોટી જાહેરાત
ભણસાલીની આગામી ફિલ્મ ‘Love and War’ આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પહેલીવાર સ્ક્રીન શેર કરશે આ ફિલ્મ ક્રિસમસ 2025માં રિલીઝ થશે…
ADVERTISEMENT
- ભણસાલીની આગામી ફિલ્મ ‘Love and War’
- આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પહેલીવાર સ્ક્રીન શેર કરશે
- આ ફિલ્મ ક્રિસમસ 2025માં રિલીઝ થશે
Sanjay Leela Bhansali announces ‘Love and War’: RanbirKapoor, AliaBhatt અને VickyKaushal ની ત્રિપુટી એક ફિલ્મમાં સાથે જોવા મળવાની છે. અત્યાર સુધી તેના વિશે અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ પોસ્ટર ખૂબ જ ખાસ રીતે રિલીઝ કરવામાં આવ્યું છે.
ત્રણેય સ્ટાર્સ જોવા મળશે એક સ્ક્રીન પર
વિકી કૌશલ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક મોર્ડન યુગની રોમેન્ટિક કહાની ‘Love and War’ નું નિર્દેશન બીજું કોઈ નહીં પણ Sanjay Leela Bhansali કરવાના છે. ભણસાલીને ઈન્ડસ્ટ્રીના એવા ડાયરેક્ટર માનવામાં આવે છે જે કોઈની પણ કારકિર્દીને વેગ આપી શકે છે. અભિનેતામાંથી શ્રેષ્ઠ અભિનય કેવી રીતે મેળવી શકાય તે માટે તેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે.
View this post on Instagram
ADVERTISEMENT
આવી સ્થિતિમાં દરેક લોકો ફિલ્મને લઈને ઉત્સાહિત થઈ ગયા છે. વિકીએ તેનું પોસ્ટર શેર કર્યું હતું, જેમાં એક ખાસ વસ્તુ જોવા મળી હતી. જાહેરાતની સાથે જ જણાવવામાં આવ્યું હતું કે સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બની રહેલી ‘Love and War’ આવતા વર્ષે 2025 માં ક્રિસમસના અવસર પર રિલીઝ થશે.
ફિલ્મને લઈ ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે
પોસ્ટર સામે આવતા જ ફિલ્મને લઈ યુઝર્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો કોમેન્ટ કરી થયા છે. જેમાં એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે, ફાયર છે બોસ, નામ સાંભળીને જ મને તે જોવાનું મન થાય છે. જ્યારે અન્ય યુઝર્સે લખ્યું કે, આ પોસ્ટર શું સાચું છે? મને વિશ્વાસ નથી થતો કે એકસાથે આ ત્રિપુટી પડદા પર જોવા મળશે. ઘણા લોકોએ કેટરિનાને ફિલ્મમાં લેવા માટે આગ્રહ કર્યો.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, ‘Love and War’ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સંજય લીલા ભણસાલી સાથેની બીજી ફિલ્મ હશે. તે જ સમયે, વિકી કૌશલ પ્રથમ વખત કોઈ ફિલ્મ નિર્દેશક સાથે હાથ મિલાવી રહ્યો છે. રણબીરે પોતાના કરિયરની શરૂઆત ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી કરી હતી. આલિયાએ ફિલ્મ ગંગુબાઈમાં પોતાની અભિનય શક્તિ સાબિત કરી હતી. તાજેતરમાં જ વિકી કૌશલે પણ ડાયરેક્ટર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે હવે પૂરી થતી જોવા મળી રહી છે. વિકીની છેલ્લી રિલીઝ સામ બહાદુર હતી, જે ચાહકોને આકર્ષવામાં સંપૂર્ણપણે સફળ રહી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT