IPLમાં રમતા ક્રિકેટરે 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ, પીડિતાને મેડિકલ ટેસ્ટ માટે મોકલાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ નેપાળી ક્રિકેટ ટીમના કેપ્ટન તથા IPLમાં દિલ્હી ફ્રેન્ચાઈઝી સાથે રમી ચૂકેલા સંદીપ લામિછાને સામે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો લગાવાયા છે. તેણે નેપાળમાં 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ દરમિયાન નેપાળી પોલીસે સમગ્ર ઘટનાક્રમની તપાસ હાથ ધરી દીધી છે. જેમાં કેસ દાખલ કર્યા પછી ખેલાડી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. જોકે અત્યારે સંદીપ કેરેબિયન પ્રિમિયર લીગમાં રમી રહ્યો છે અને તેણે દુષ્કર્મ મુદ્દે કોઈ પ્રતિક્રિયા કે નિવેદન આપ્યું નથી.

બુધવારે ક્રિકેટર સામે ફરિયાદ નોંધાઈ
નેપાળના વેબ પોર્ટલ ‘ઓનલાઈન સમાચાર’ના એક અહેવાલ પ્રમાણે કાઠમાંડૂ જિલ્લા પોલીસે બુધવારે સંદિપ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી દીધી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને અમે ગંભીરતાથી આની તપાસ હાથ ધરી દીધી છે. તેવામાં અત્યારે ફરિયાદ કરનારી સગીરાનો મેડિકલ ચેકઅપ કરાઈ રહ્યો છે અને વધુ તપાસ કરાઈ રહી છે.

ADVERTISEMENT

સચિન તેંડુલકર પ્રિય ક્રિકેટર- સંદીપ
મીડિયા સાથેની વાતચિતમાં 2 વર્ષ પહેલા સંદીપ લામિછાનેએ પોતાના ફેવરિટ ક્રિકેટ વિશે જણાવ્યું હતું. તેણે આ દરમિયાન શેન વોર્ન, સચિન તેંડુલકર અને શાકિબ અલ હસનને પોતાના મનપસંદ ખેલાડીઓ બતાવ્યા હતા. આ દરમિયાન સચિન તેંડુલકર તેના ગુરૂ સમાન છે એમ તેણે જણાવ્યું હતું. સંદીપે જણાવ્યું કે સચિન તેંડુલકરના રેકોર્ડ્સ તોડવા અન્ય ખેલાડીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન રહેશે.

સંદીપને નેપાળની ટીમનો કેપ્ટન પસંદ કરાયો હતો
સંદીપ લામિછાને એક લેગ સ્પિનર છે અને તેણે 2021માં જ્ઞાનેંદ્રના સ્થાને કેપ્ટન તરીકે પસંદ કરાયો હતો. સંદીપ 2016 દરમિયાન અંડર-19 નેપાળ ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. ત્યારપછી તેણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે ટીમનું નેતૃત્વ કર્યું હતું. લામિછાને નેપાળના ડોમેસ્ટિક T20 ફ્રેન્ચાઈઝી ટૂર્નામેન્ટ એવરેસ્ટ પ્રીમિયર લીગમાં પણ રમી રહ્યો છે. તેણે ડિસેમ્બર 2021માં કાઠમાંડૂ કિંગ્સ ઈલેવનનું નેતૃત્વ પણ કર્યું હતું. આની સાથે તે IPLમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે પણ જોડાઈ ચૂક્યો છે. જોકે 2022માં તે અનસોલ્ડ રહ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT