સેમ કરન, કેમેરોન ગ્રીન-સ્ટોક્સ થયા માલામાલ.. જુઓ ઓક્શનમાં વેચાયેલા ટોચના ખેલાડીઓની યાદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

IPL 2023: IPLની આગામી સિઝન માટે મીની હરાજી શુક્રવાર (23 ડિસેમ્બર)થી કોચીમાં શરૂ થઈ હતી. આ હરાજીમાં ઈંગ્લેન્ડના સેમ કરને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા સેમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા કેએલ રાહુલ (રૂ. 17 કરોડ) IPLનો સૌથી મોંઘો ખેલાડી હતો. ગયા વર્ષે ડ્રાફ્ટ દ્વારા તેને લખનઉ સુપરજાયન્ટ્સ દ્વારા તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ હરાજીની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાનો ક્રિસ મોરિસ (16.25 કરોડ રૂપિયા) સૌથી મોંઘો ખેલાડી હતો. સેમ કરન આ પહેલા પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. તે ચેન્નઈ સુપર કિંગ્સનો સભ્ય પણ રહી ચૂક્યો છે.

સેમ કરન પછી કેમરૂન ગ્રીન પર ઘણી મોટી બોલી લાગી હતી. ગ્રીનની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં ખરીદ્યો હતો. ગ્રીન પહેલીવાર IPLમાં રમશે. મુંબઈએ તેને કીરોન પોલાર્ડની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો છે.

ચેન્નઈએ સ્ટોક્સને રૂ. 16.25 કરોડમાં ખરીદ્યો
ગ્રીન પછી બેન સ્ટોક્સ પર પૈસાનો વરસાદ થયો હતો. તેને ચેન્નઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં ખરીદ્યો હતો. સ્ટોક્સ અગાઉ મહેન્દ્ર સિંહ ધોની સાથે લખનઉ સુપર જાયન્ટ્સમાં રમી ચૂક્યો છે. સ્ટોક્સની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ વચ્ચે તેના માટે મોટી હરાજી લગાડવામાં આવી હતી. અંતે ચેન્નઈનો વિજય થયો હતો.

સનરાઇઝર્સે હેરી બ્રુક માટે 13.25 કરોડ રૂપિયા ખર્ચ્યા
સનરાઇઝર્સ હૈદરાબાદે ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુક પર પૈસાનો વરસાદ કરીને સૌને ચોંકાવી દીધા હતા. ફ્રેન્ચાઈઝીએ હેરી બ્રુકને 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્રુકની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા હતી. હેરી બ્રુકની વાત કરીએ તો તેણે ઈંગ્લેન્ડ માટે 26 જાન્યુઆરી 2022ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20 મેચ રમી હતી.

ADVERTISEMENT

તેણે અત્યાર સુધી 20 મેચની 17 ઇનિંગ્સમાં 372 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 81 રન છે. બ્રુકની એવરેજ 26.57 છે અને તેનો સ્ટ્રાઇક રેટ 137.78નો છે.

સનરાઇઝર્સે મયંકને આઠ ગણી વધુ કિંમત આપી
સનરાઇઝર્સ ટીમ રોકાઈ નહીં અને તેણે મયંક અગ્રવાલ માટે પણ મોટી બોલી લગાવી હતી. મયંકની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. સનરાઇઝર્સે તેને આઠ ગણી વધુ રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સનરાઇઝર્સે મયંકને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ટીમનો આગામી કેપ્ટન બની શકે છે.
(આ ડેટા બપોરે 3.30 વાગ્યા સુધીના છે)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT