Salman Khan Farmouse News : ભાઈજાનની સુરક્ષામાં મોટી ચૂક, પોલીસ થઈ દોડતી, બે લોકોની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Salman Khan Farm House : બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની સુરક્ષાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પનવેલમાં સલમાન ખાનના ફાર્મ હાઉસમાં શકમંદો ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. શકમંદો પાસેથી નકલી આઈડી પણ મળી આવ્યા છે અને તેઓ પોતાને સલમાન ખાનના ફેન્સ ગણાવે છે. અહીં આ એંગલથી એ પણ તપાસ કરી શકાય છે કે ધરપકડ કરાયેલા લોકોનો કોઈ ગેંગ સાથે કોઈ સંબંધ છે કે કેમ. કારણ કે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાનને મારી નાખવાની ધમકી આપી છે.

પોલીસે બે લોકોની કરી અટકાયત

આ કેસમાં આરોપી અજેશ કુમાર ગીલા (23) અને ગુરુસેવક સિંહ શીખ (23) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફાર્મહાઉસના મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે સિક્યોરિટી ગાર્ડે તેમને જાણ કરી હતી કે બે લોકો પરવાનગી વિના ફાર્મહાઉસની અંદર કૂદવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે શરૂઆતમાં પોતાની ઓળખ જાહેર કરતી વખતે બંનેએ પોતાને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના મહેશકુમાર રામનિવાસ અને વિનોદ કુમાર રાધેશ્યામ તરીકે દર્શાવ્યા હતા. પરંતુ પોલીસે આધાર કાર્ડમાં અલગ-અલગ નામ અને સરનામાનો કર્યો ખુલાસો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT