ગુજરાત વિધાનસભાના 25 જેટલા પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવ્યો, જાણો શું છે કારણ
ગાંધીનગર: રાજકારણનો મોહ ન છૂટે તે સમજી શકાય પરંતુ ધારાસભ્યોને રહેવા માટે મળતા ક્વાટરનો મોહ પણ પૂર્વ ધારાસભ્યોને નથી છૂટતો. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના પૂર્વ…
ADVERTISEMENT
ગાંધીનગર: રાજકારણનો મોહ ન છૂટે તે સમજી શકાય પરંતુ ધારાસભ્યોને રહેવા માટે મળતા ક્વાટરનો મોહ પણ પૂર્વ ધારાસભ્યોને નથી છૂટતો. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભાએ કડક વલણ અપનાવ્યું છે. નિયમોનું પાલન ન કરનારા પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવિ દેવામાં આવ્યો છે.
25થી વધુ પૂર્વ ધારાસભ્યોનો છેલ્લા એક મહિનાનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે. સદસ્ય નિવાસમાં અનેક પૂર્વ ધારાસભ્ય આવાસ ખાલી કરી નથી રહ્યાં. જેને કારણે ચાલુ ધારાસભ્યો મકાન વિહાણો બન્યા હતા. ત્યારે 17 ધારાસભ્યોનો નોટિસ આપવામાં આવી હતી. ત્યારે હવે નિયમોનું પાલન ન કરતાં પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવિ દેવામાં આવ્યો છે.
ધારાસભ્યોનો અટકાવ્યો પગાર
ધારાસભ્યને ધારાસભ્ય ક્વાટરનો મોહ નથી છુટતો ત્યારે આ દરમિયાન પૂર્વ ધારાસભ્યનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. ક્વાર્ટર ખાલી ન કરનારા અને નોડ્યું સર્ટિફિકેટ જમા ના કરાવનારા ધારાસભ્યોનો પગાર અટકાવવામાં આવ્યો છે. ત્યારે અંદાજિત 25થી વધુ પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભાનું કડક વલણ સામે આવ્યું છે. ક્વાર્ટર ખાલી ન કરનારા અને નોડ્યું સર્ટિફિકેટ જમા ના કરાવનારા ધારાસભ્યોનો પગાર અટકાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: હદ કરી..! અરવલ્લીમાં ભૂમાફિયાઓએ ચોરી કરવા માટે સરકારી ગાડીમાં લગાવી દીધું GPS ટ્રેકર
ધારાસભ્યોને ગેસ અને લાઇટ બિલ ભરવાના હોય છે
ધારાસભ્યોને ફાળવવામાં આવેલ ક્વાટરમાં અનેક સુવિધા આપવામાં આવે છે. ત્યારે ધારાસભયોને ફાળવવામાં આવેલ ક્વાર્ટરમાં ગેસ અને ટેલિફોનનું બિલ ધારાસભ્યોએ ભરવાનું હોય છે. ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ ધારાસભ્યોએ ગેસ અને ટેલિફોન બિલ બાકી નથી તેવું સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. આ દરમિયાન ક્વાર્ટર ખાલી ન કરનારા અને નોડ્યું સર્ટિફિકેટ જમા ના કરાવનારા ધારાસભ્યોનો પગાર અટકાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT