Sajan Bharwadના જામીન અંગે 9મીએ ચુકાદો! વકીલે કહ્યું- આરોપી ખોટા કામનું ઈનામ માગતો હોય તેવું લાગે છે
સુરત: સુરતના એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરા (Mehul Boghra) પર TRB હેડ સાજન ભરવાડ (Sajan Bharwad) દ્વારા કરાયેલા જીવલેણ હુમલા મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો…
ADVERTISEMENT
સુરત: સુરતના એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરા (Mehul Boghra) પર TRB હેડ સાજન ભરવાડ (Sajan Bharwad) દ્વારા કરાયેલા જીવલેણ હુમલા મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે એડવોકેટ પર હુમલાના આરોપી સાજન ભરવાડ દ્વારા જામીન અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ મેહુલ તરફી અને સાજન ભરવાડ તરફથી મિનેષ ઝવેરીએ દલીલો રજૂ કરી હતી. આ કેસના જામીન અંગેનો ચૂકાદો કોર્ટ 9મી સપ્ટેમ્બરે આવી શકે.
સરકારી વકીલે કોર્ટમાં કરી ધારદાર દલીલ
કોર્ટમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપીને જામીન ન આપવાની અપીલ કરતા દલીલ કરી હતી કે, આરોપી ટીઆરબીનો સુપરવાઈઝર છે અને પોલીસ સાથે સંડોવાયેલો છે. આરોપીએ નોકરીના સિદ્ધાંતો નેવે મૂકી પહેલાથી જ રિક્ષામાં દંડો રાખ્યો હતો અને હુમલો કર્યો. જે આરોપીના હત્યાના પ્રયાસની માનસિકતા છતી કરે છે. આરોપીએ પોતાના કૃત્યથી પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવ્યું છે અને વીડિયો ક્લિપ તેનો પુરાવો છે.
આ સાથે જ વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા સમયે પણ તેના મળતીયાઓ દ્વારા જીંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. એવામાં આરોપી ન્યાયતંત્ર પર દબાણ લાવી ખોટા કામનું ઈનામ માગતો હોય તેવું લાગે છે. કોર્ટ હવે આ જામીન અરજી અંગે 9મી સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપી શકે છે.
શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, કથિત રીતે પોલીસના હપ્તાની પોલ ખોલનારા એડવોકેટ મેહુલ બોઘરા પર સાજન ભરવાડ દ્વારા લાકડી લઈને જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ એડવોકેટ એસોસિએશનમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો. તમામ વકીલોએ ભેગા થઈને આરોપીનો કેસ ન લેવાનું નક્કી કર્યું હતું. જોકે બાદમાં પોતાનો વકીલ ધર્મ નિભાવવા માટે એડવોકેટ મિનેષ ઝવેરીએ સાજન ભરવાડનો કેસ લીધો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT