સંતને લાગ્યો રાજનીતિનો ચસ્કો! સુરતમાં શક્તિ પ્રદર્શન સાથે સંતે આ બેઠક પરથી ટિકિટ માગી
સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા ‘મૂરતિયાઓ’ શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સુરત શહેરની 12 બેઠકો પૈકી 6…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા ‘મૂરતિયાઓ’ શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સુરત શહેરની 12 બેઠકો પૈકી 6 બેઠકો પર દાવેદારોને પહેલા દિવસે સાંભળવામાં આવ્યા હતા. જેમાં એક સંત પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવવા ભાજપના કાર્યાલય ખાતે પોતાના સમર્થકો સાથે પહોંચી ગયા હતા.
સમર્થકો સાથે કમલમ પહોંચ્યા સંત
સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ગઈકાલે આચાર્ય ચેતન મહારાજે દાવેદારી નોંધાવી હતી. પોતાના હજારો સમર્થકો સાથે તેઓ દાવેદારી નોંધાવવા માટે ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન Gujarat Tak સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હું વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છું અને અખિલ ભારતીય સંત સમિતીનો પણ કાર્યકર્તા છું અને કોળી પટેલ સમાજના ગોર મહારાજ છું. આ ચૂંટણીમાં અમારો હિન્દુત્વનો મુદ્દો રહેશે એમ તેમણે જણાવ્યું હતું.
હિન્દુત્વનો મુદ્દા સાથે સક્રિય રાજકારણમાં પ્રવેશની ઈચ્છા
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ વખતે મારા કોળી સમાજના અગ્રણીઓ દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે, મહારાજ તમે પણ દાવેદારી કરો. પાર્ટી જો જવાબદારી આપશે તો અમે નિષ્ઠાથી કામ કરીશું. દેશની સાથે રહીશું, દેશનો સનાતન ધર્મ અને હિન્દુત્વનો મુદ્દો છે તેને કેવી રીતે આગળ ધપાવવી એ અમારો મુદ્દો રહેશે. જો પાર્ટીને યોગ્ય લાગશે તો મને ચોક્કસ જવાબદારી આપશે.
ADVERTISEMENT
ચોર્યાસી બેઠક પર ટિકિટ માટે ભાજપમાં પડાપડી
નોંધનીય છે કે, સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક માટે આ વખતે ભાજપમાંથી 50થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલ પોતાની દાવેદારી કરવા પહોંચ્યા હતા. જોકે આ બાદ સુરત શહેર જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ પણ દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. બીજી તરફ છોટુ પટેલ પણ પોતાના સમર્થકો સાથે બસ ભરીને કમલમ પહોંચ્યા હતા. આમ એક જ બેઠક પરથી ભાજપના દિગ્ગજોએ શક્તિ પ્રદર્શન કરીને દાવેદારી નોંધાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT