ભારે વિરોધ વચ્ચે શાહરૂખની ફિલ્મ ‘પઠાણે’ રિલીઝ પહેલા જ 100 કરોડની કમાણી કરી લીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ના રિલીઝ થવાની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. પઠાણના ટીઝરમાં શાહરૂખ ખાનનો ધમાકેદાર સ્પાય અવતાર, દીપિકાની એક્શન અને વિલન રોલમાં જોન અબ્રાહમને જોઈને ફેન્સની એક્સાઈટમેન્ટ ખૂબ વધી ગઈ છે. ડિસેમ્બરમાં ફિલ્મના બે સોન્ગ ‘બેશર્મ રંગ’ અને ‘ઝૂમ ઉઠા પઠાણ’ આવી ચૂક્યા છે, એવામાં ગુજરાતમાં રિલીઝ પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને રિલીઝ નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે શાહરૂખની ફિલ્મે વિવાદ વચ્ચે પણ કરોડોની કમાણી કરી લીધી છે.

Amazon prime સાથે થઈ પઠાણની ડીલ
રિપોર્ટ્સ મુજબ, પઠાણના ઓટીટી રાઈટ્સ પહેલાથી જ વેચાઈ ચૂક્યા છે. કહેવાઈ રહ્યું છે કે, મોટા ઓટીટી પ્લેટફોર્મ્સમાંથી એક અમેઝોન પ્રાઈમે શાહરુખ ખાનની કમબેક ફિલ્મના OTT રાઈટ્સ ખરીદવામાં બાજી મારી લીધી છે. ‘પઠાણ’ના ઓટીટી રાઈટ્સ માટે અમેઝોન પ્રાઈમે 100 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. રિપોર્ટ્સના જણાવવા મુજબ, શાહરુખ, દીપિકાની ફિલ્મ માટે અમેઝોન પ્રાઈમે શનિવારે આ ડીલ ફાઈનલ કરી છે.

આ પણ વાંચો: તુનિશા શર્માના આજે અંતિમ સંસ્કાર થશે, સુસાઈડ કેસમાં રોજ નવા વળાંકો આવ્યા..

ADVERTISEMENT

25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી ફિલ્મ
નોંધનીય છે કે શાહરૂખની ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. ઓટીટી પર ‘પઠાણ’ ક્યારે રિલીઝ થશે તેની કોઈ ઓફિશિયલ જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ અમેઝોન પ્રાઈમની ડીલ સાથે જોડાયેલી રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે માર્ચના અંત અથવા તો એપ્રિલની શરૂઆતમાં ‘પઠાણ’ ઓટીટી પર રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો: ફરી એકવાર અમરેલીની ધરા ધ્રુજી, એક સાથે બે ભૂકંપના આંચકા અનુભવાયા

ADVERTISEMENT

સુરતમાં થયો હતો ફિલ્મનો વિરોધ
રવિવારે સુરતના કામરેજ ગામમાં આવેલા એક થિયેટરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના 150 જેટલા કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ થિયેટરમાં લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરોને ઉતારીને ફાડી નાખ્યા હતા તથા ફેંકી દીધા હતા. સાથે જ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. હિન્દુ સંગઠનના આગેવાન જય પટેલએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ અને સિનેમાના મેનેજરને અપીલ કરી હતી કે પઠાણ ફિલ્મના બેનરો કે ફિલ્મ રજૂ ન કરતા. છતાં બેનરો લગાવામાં આવતા હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા શાંતિપૂર્વક વિરોધ કરી બેનરો ઉતારી લેવામાં આવ્યા અને ફાડી નાખવામાં આવ્યા. તેમણે કહ્યું કે, અમારે શાહરૂખ ખાનના વિરોધ નથી, પરંતુ પઠાણ ફિલ્મમાં ભગવા કપડાંને જે રીતે બેશરમ રંગ દર્શાવવામાં આવે છે તેનો વિરોધ કરીએ છીએ.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT