RTIથી સરકારોની કાર્યવાહીમાં પારદર્શક્તા અને જવાબદેહી વધી છેઃ દેશના મુખ્ય માહિતી કમિશ્નર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા,નર્મદાઃ સત્તાવાળાઓની કામગીરીમાં પારદર્શિતાને પ્રોત્સાહિત કરવા માહિતી અધિકારી અધિનિયમ બનાવાયો હતો. પણ સરકારની કામગીરીમાં કે સત્તાધારીઓની કામગીરીમાં કેટલી પારદર્શિતા છે એ સૌકોઈ જાણે છે. ઘણીવાર RTI કરવા છતા પણ માહિતી આપવામાં આવતી નથી. નર્મદાના એક્તાનગરમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશનર ઈન ઈન્ડિયાની 11મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી.જેમાં દેશના વિવિધ રાજ્યોના માહિતી કમિશનરોની ઉપસ્થિતિ રહ્યાં હતા.

માહિતી અઘિકાર અધિનિયમને વધુ સરળ અને લોકભોગ્ય બનાવવા માટે એકતા નગર ખાતે મળેલી દેશના વિવિધ રાજ્યોના માહિતી કમિશનર પરિષદમાં ભારતના મુખ્ય માહિતી કમિશ્નર વાય.કે.સિંહા એ જણાવ્યું કે, RTI એક્ટને પરિણામે સરકારોની કાર્યવાહી વધુ પારદર્શક બની છે. અને સમગ્ર વહીવટી તંત્રમાં પારદર્શક્તા આવવાની સાથે જવાબદેહીનું પ્રમાણ વધ્યું છે.દેશના મુખ્ય માહિતી કમિશ્નર સિંહાએ વધુમાં જણાવ્યું કે,નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશનર ઈન ઈન્ડિયાની આ 11મી વાર્ષિક સામાન્ય સભામાં રાજયના માહિતી કમિશ્નરોએ પરસ્પર મળવાની અમૂલ્ય તક તો મળે જ છે. આ સાથે સાથે બેસ્ટ પ્રેક્ટિસ પ્રસ્તુત કરવાનો મોકો પણ મળે છે.

RTI કાયદાને થયા 17 વર્ષ
RTI કાયદાને 17વર્ષ થયાં છે.તેની સાથેના રોજબરોજના કામકાજથી આપણે પ્રતિદિન નવું શીખીએ છીએ અને તેના થકી નાગરિકોની સેવા કરવાનો મોકો મળે છે. RTI એક્ટના અમલમાં કેવાં સુધારા કરવાથી લોકોને સરળતા રહે તે બાબતની સરકારને ભલામણ પણ કરીએ છીએ.સિંહાએ પોતાના ટૂંકા પ્રવચનમાં ગુજરાત સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે 41 વર્ષ બાદ ગુજરાતમાં આવવાનું થયું છે.આઈએએસની તાલીમ દરમિયાન વડોદરા ખાતે પંચાયતી રાજની તાલીમ લેવા આવ્યો હતો.તે વખતે છોટાઉદેપુર અને જાંબુઘોડા વિસ્તારની મુલાકાત લીધી હતી.આજે આ વિસ્તારની સુરત બદલાઈ ગઈ છે.સમગ્ર દેશને એક કરનારા સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા શાનદાર છે અને તેના પરિસરમાં યોજાઈ રહેલી આ પરિષદમાંથી લોકસેવાનો નિષ્કર્ષ નીકળશે તેવો આશાવાદ પણ તેમણે વ્યકત કર્યો હતો.

ADVERTISEMENT

RTIથી લોકોની વધુ સારી સેવાની પ્રેરણા મળશે
ગુજરાતના મુખ્ય માહિતી કમિશ્નર અમૃતભાઇ પટેલે જણાવ્યું કે, આ બેઠકમાં પરસ્પર RTIના કાયદાને લાગતા જ્ઞાન,રાજ્યોમાં થયેલી શ્રેષ્ઠ કામગીરી જાણવા અને રજૂ કરવાની તક મળી છે.મા નર્મદાના કિનારે વિવિઘ રાજ્યના માહિતી કમિશનરોને RTI એક્ટ થકી લોકોની વધુ સારી રીતે સેવા કરવાની પ્રેરણા મળશે.નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશનર ઈન ઈન્ડિયાના નવ નિયુક્ત ઉપપ્રમુખ અને ઉત્તરાખંડના સીઆઇસી અનિલચંદ્ર પુનેથાએ પ્રાસંગિક પ્રવચન, આભાર વિધિ રાજ્યના માહિતી કમિશનર કિરીટ અધ્વર્યું અને સંચાલન ગુજરાત માહિતી કમિશનના સેક્રેટરી જયદીપ દ્વિવેદીએ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ બેઠકને શુભેચ્છા આપવામાં આવી છે.આ સામાન્ય સભામાં વિવિઘ રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નરો હાજર રહ્યાં હતા.

માહિતી અધિકાર એટલે શું?
આરટીઆઈ એવી માહિતી સુધી પહોંચ પૂરી પાડે છે જેને જાહેર સત્તાવાળાઓના નિયંત્રણ હેઠળ અથવા દ્વારા જાળવી રાખવામાં આવે છે અને તેમાં કામગીરી, દસ્તાવેજ, રેકર્ડની ચકાસણી, નોંધ લેવા, વિગતો મેળવવા અથવા દસ્તાવેજો/રેકર્ડની પ્રમાણિત નકલો અને સામગ્રીના પ્રમાણિત નમૂનાને મેળવવાના તેમજ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહિત કરાયેલી માહિતીને પ્રાપ્ત કરવાના અધિકારનો સમાવેશ થાય છે.આરટીઆઈ હેઠળ ઓનલાઈન અરજીને અહીં કરવી rtionline.gov.in.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT