કચ્છમાં બેખોફ ખનન માફિયાએ ફરિયાદ કરનારા RTI એક્ટિવિસ્ટ અને દીકરાને કચડી નાખ્યા, દીકરાનું મોત
કૌશિક કાંઠેચા/કચ્છ: હરિયાણા જેવી જ ઘટના કચ્છમાં સામે આવી છે, જ્યાં લખપત તાલુકામાં ગેરકાયદેસર ખનન મામલે ફરિયાદ કરવા પર RTI એક્ટિવિસ્ટ અને દલિત નેતા તથા…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા/કચ્છ: હરિયાણા જેવી જ ઘટના કચ્છમાં સામે આવી છે, જ્યાં લખપત તાલુકામાં ગેરકાયદેસર ખનન મામલે ફરિયાદ કરવા પર RTI એક્ટિવિસ્ટ અને દલિત નેતા તથા તેના દીકરા પર ગાડી ચડાવીને કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં દીકરાનું મોત થઈ ગયું છે. જ્યારે RTI એક્ટિવિસ્ટ હોસ્પિટલમાં એડમિટ છે, જે પણ જિંદગી અને મોત વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
બાઈક પર ઘરે જતા પિતા-પુત્રને ખનન માફિયાએ કચડ્યા
કચ્છના લખપત તાલુકામાં મેઘપર ગામમાં રહેનારા રમેશભાઈ બલિયાએ પોતાના નજીકના જુનાચાય ગામમાં ચાલી રહેલા ગેરકાયેદસર ખનન મામલે નવલસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો પરિવારનો આરોપ છે. RTI એક્ટિવિસ્ટ રમેશ બલિયા અને તેમનો દીકરો નરેન્દ્ર ગામથી થોડે દૂર કંઈ વસ્તુ લઈને બાઈક પર પાછા આવી રહ્યા હતા, આ દરમિયાન જ આરોપી નવલસિંહે પોતાની ગાડીથી બંને બાપ દીકરાને કચડી નાખ્યા અને ત્યાંથી ફરાર થઈ ગયો. ઘટનામાં રમેશભાઈના દીકરા નરેન્દ્રનું મોત થઈ ગયું જ્યારે તેઓ પોતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. હાલમાં RTI એક્ટિવિસ્ટ રમેશ બલિયાની સ્થિતિ ગંભીર છે અને સારવાર હેઠળ છે.
પોલીસે કરી આરોપીની ધરપકડ
આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશ બલિયાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપી નવલસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
ઘણા નાગરિકોની ખનન માફિયા વિરુદ્ધ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ગેરકાયદેસર ખનનના મામલે અનેક ગામમાં જાગૃત નાગરિકોએ ફરિયાદ કરી છે. પરંતુ હજુ સુધી ખનન માફીયા વિરુદ્ધ કોઈ કડક પગલા ભરવામાં આવ્યા નથી. જેના કારણે ખનન માફિયા બેખૌફ થઈ ગયા છે.
ADVERTISEMENT