RSS ચીફ મોહન ભાગવત આવશે ગુજરાતના પ્રવાસે, ભાજપના નેતાઓ સાથે મુલાકાતની અટકળો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં RSS ચિફ મોહન ભાગવત ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. ત્યારે RSS ચિફ મોહન ભાગવત અમદાવાદમાં એક દિવસ માટે આવી રહ્યા છે. અહીં તેઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે 14 સપ્ટેમ્બરના દિવસે સેમિનારમાં ભાગ લેશે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મોહન ભાગવત ભાજપના નેતાઓ સાથે પણ ચર્ચા કરી શકશે એવી અટકળો વહેતી થઈ છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવમાં આવ્યું નથી.

ગુજ.યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે
RSSના વડ મોહન ભાગવત ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલ ખાચે આયોજિત રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. અહીં તેમની સાથે આ કાર્યક્રમમાં રામજન્મભૂમિ ન્યાસના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજી, સાંસદ સુધાંશુ ત્રિવેદી, વિવેકાનંદ કેન્દ્ર કન્યકુમારીના અધ્યક્ષ સુશ્રી નિવેદીતા ભીડે સહિત પુનરૂથાન વિદ્યાપીઠના કુલાધિપતી ઈન્દુમતી કાટદરે પણ ભાગ લેશે.

  • 14 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યે આ સેમિનાર શરૂ થશે. જેમાં મોહન ભાગવત પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.

મોહન ભાગવત ભાજપના ટોપ લીડર સાથે મીટિંગ કરી શકે- અહેવાલો
મોહન ભાગવત આની સાથે આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપને સમર્થન આપવા માટે પણ જાહેરાત કરી શકે એવી અટકળો વહેતી થઈ છે. આની સાથે જ તેઓ ભાજપના ટોપ લીડર્સ સાથે બેઠક પણ કરી શકે છે. નોંધનીય છે કે આ મુદ્દે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ અટકળોને જોતા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગેરન્ટી કેમ્પેઈન સામે ભાજપ મોટી રણનીતિ છતી કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT