મચ્છુ હોનારત સમયે RSS દ્વારા નરેન્દ્ર મોદીને સોપાઇ હતી કમાન, પ્રથમ વખત છાપામાં ફોટો છપાયો હતો
કૃતાર્થ જોશી/મોરબી : મચ્છુ નદીમાં ઇતિહાસમાં આજે બીજી સૌથી મોટી ઘટના બની હતી. ગુજરાતમાં મોરબી પોતાના સિરામીક ઉદ્યોગના કારણે ખુબ જ જાણીતું છે. જો કે…
ADVERTISEMENT
કૃતાર્થ જોશી/મોરબી : મચ્છુ નદીમાં ઇતિહાસમાં આજે બીજી સૌથી મોટી ઘટના બની હતી. ગુજરાતમાં મોરબી પોતાના સિરામીક ઉદ્યોગના કારણે ખુબ જ જાણીતું છે. જો કે મચ્છુ હોનારત બની ત્યારે ગુજરાતના નક્શામાંથી મોરબી જાણેકે ભુંસાઇ ગયું હતું. જળપ્રલયનો મોતનો આંકડો આજની તારીખે સાચો બહાર આવી શક્યો નથી. સેંકડો માનવો અને પશુ પ્રાણીઓ જમીનમાં દટાઇ ગયા હતા. તે સમયે ગુજરાતની સ્થિતિ ખુબ જ કફોડી હતી.
જ્યારે સરકાર રાહત અને બચાવ કામગીરીમાં ટુંકી પડી હતી ત્યારે આરએસએસમાં સક્રિય કાર્યકર્તા નરેન્દ્ર મોદી રાહત અને બચાવકામગીરીની કમાન સંભાળી હતી. મોરબી હોનારત 11 ઓગષ્ટ 1979 ના દિવસે સર્જાઇ જ્યારે મચ્છુ 2 ડેમ તુટી ગયો હતો. તે સમયે મોતનો સરકારી આંકડો 25 હજાર હતો. સાચા મોતનો આંકડો કેટલો વિકરાળ હશે તે આના પરથી જ અંદાજ લગાવી શકાય છે.
જો કે આ દુર્ઘટના બાદની સ્થિતિ વધારે વિકરાળ હતી. ગુજરાતમાં પુર ગયા બાદ મોરબીમાં રોગચાળો ફાટી નિકળે તેવી શક્યતા હતી. તેવામાં તંત્ર જ્યારે ટુંકુ પડ્યું ત્યારે આરએસએસ ફરી એકવાર મદદે આવ્યું હતું. જે તે સમયનાં આરએસએસનાં અગ્રણી ડોક્ટર જયંતી ભન્ડેસીયાએ આરએસએસ કાર્યકર્તાઓને મોરબી રવાના કર્યા. આ ટીમનું નેતૃત્વ તે સમયના આરએસએસ કાર્યકર્તા નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ પહોંચતાની સાથે જ સ્વચ્છતા કરવાની સાથે સાથે ત્યાં તંબુ તાણીને ડોક્ટર્સની મદદથી સારવાર શરૂ કરાવી હતી. આ ઉપરાંત રોગ વધારે ન પ્રસરે તે માટે સ્વચ્છતા ખુબ જ જરૂરી હતી તેથી પોતાના કેમન્પની આસપાસ સ્વચ્છતા કરાવી હતી. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યા મોટી હતી જેથી પીવાણા પાણી અને ભોજપ સહિતની રાહત અને બચાવકામગીરી શરૂ કરી હતી. તેમની આ કામગીરીથી સ્થાનિકો ખુબ જ ખુશ થયા હતા. આ ઉપરાંત હાજર પત્રકારોએ પણ તેમની કામગીરીની સરાહના કરી હતી. નરેન્દ્ર મોદીની સૌ પ્રથમ તસ્વીર તે સમયે છાપામાં છપાઇ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT