Fact Check: RPF કોન્સ્ટેબલ અને SIની જાહેરાત ખોટી, રેલવેએ જાહેર નથી કરી કોઈ ભરતી

ADVERTISEMENT

રેલવે બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી
RPF Recruitment 2024
social share
google news

RPF Recruitment 2024 Fake: રેલ્વે ભરતી બોર્ડ (RRBs) એ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં સબ ઇન્સ્પેક્ટર (SI) અને કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ માટે કોઈ ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી નથી, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ સોમવારે સાંજે જણાવ્યું હતું અને પુષ્ટિ કરી હતી. સોશિયલ મીડિયા આ સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગ્યા હતા જેને લઈ રેલવે બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ ભરતીની જાહેરાત ફેક નીકળી

ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહેલા સમાચાર એક પળ માટે રેલવેની તૈયારી કરતા ઉમેદવારોને ખુશ કરી દીધા હતા પરંતુ અફસો કે આ સમાચાર એકદમ ફેક નીકળ્યા. એટલા માટે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતાં પહેલા રેલવેના અધિકૃત વેબસાઈટ પર જઈને જાહેરાત ચેક કરો.  

 

ADVERTISEMENT

આ ફર્જી જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે 4206 કોન્સ્ટેબલ અને 452 એસઆઈના પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યું હતું કે, અરજી કરવાની પ્રક્રિયા 15 એપ્રિલથી શરુ થશે અને 14 મે સુધી અરજી કરી શકાશે. પરંતુ હકીકતમાં રેલવે દ્વારા આવી કોઈ વેકેન્સી તો નથી પરંતુ ટુંક સમયમાં આવી જાહેરાત કાઢવામાં આવે તેવી માહિતી છે.

    follow whatsapp

    ADVERTISEMENT