ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવ બંધ, સુરક્ષાને ધ્યાને લઈ લેવાયો નિર્ણય
ભાર્ગવી જોશી, જૂનાગઢ: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે હવે ઠંડી સાથે બહરે પવન પણ ફૂંકાવા લાગ્યો છે. આ સાથે જ જૂનાગઢના વાતાવરણમાં…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જૂનાગઢ: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે હવે ઠંડી સાથે બહરે પવન પણ ફૂંકાવા લાગ્યો છે. આ સાથે જ જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. જૂનાગઢમાં ગત રાત્રિથી જ 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો છે. ભારે પવનના કારણે આજે સવારથી ગિરનાર રોપ-વે બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોની સલામતીને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢમાં ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ દેવામાં આવ્યો છે. ઉષા બ્રેકો કંપનીએ ગિરનાર રોપ-વે હાઇ સ્પીડમાં ચાલે તેવી વ્યવસ્થા કરી છે. રોપ વે ટ્રોલી ઝડપી પવનમાં જોખમમાં હોઈ શકે છે જેને લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે રોપ-વેનું બંધ કરી દેવામાં આવ્યો છે. પવનની ઝડપ ઘટતાં ગિરનાર રોપ-વે ફરી શરૂ થશે. ગત રાત્રિથી જ 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે પવનનું જોર વધી રહ્યું છે. જેને લઈ આજે આખો દિવસ રોપ વે સેવા બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ભાવિકો મુકાયા મુશ્કેલીમાં
જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા ગિરનાર પર્વત પર રોપ વે સેવ બંધ કરી દેવામાં આવી છે. ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવેલા ભાવિકોને આજે સવારથી જ ભારે હળકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો પ્રવાસીઓના રોપ-વે બુકિંગ હોવા છતાં મુસાફરી નહીં કરી શકે. દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે તો જ રોપ વે શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT