શું IPL માં Rohit Sharma CSK માંથી રમશે? Ambati Rayudu ના નિવેદન બાદ સનસનાટી મચી
Rohit Sharma, Chennai Super Kings: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન 22 માર્ચથી રમાશે. IPL 2024 માં, બધાની નજર રોહિત શર્મા પર રહેશે. તેનું મુખ્ય કારણ છે કે આ વખતે તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં તો જોવા મળશે પરંતુ કેપ્ટન તરીકે નહીં બેટર તરીકે મેદાનમાં ઉતરશે. રોહિતે તેની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતાડ્યું હતું.
ADVERTISEMENT

આ સિઝનમાં મુંબઈના કેપ્ટન હશે હાર્દિક પંડ્યા
36 વર્ષીય રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. હાર્દિકે છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટનશીપ કરી હતી. IPL 2022 માં, હાર્દિક પંડ્યાએ તેની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સને ટાઇટલ જીતાડ્યું હતું.
રાયડુએ રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું
હવે ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાયડુ નજીકના ભવિષ્યમાં ભારતીય કેપ્ટન રોહિતને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા માંગે છે. રાયડુનું માનવું છે કે રોહિત 5-6 વર્ષ સુધી આરામથી IPL રમી શકે છે અને ધોનીની નિવૃત્તિ બાદ તે CSKની કેપ્ટનશિપ પણ કરી શકે છે. IPL 2025 પહેલા એક મેગા ઓક્શન યોજાવાની છે, તેથી રાયડુના શબ્દોમાં થોડું વજન હોય તેવું લાગે છે.
ADVERTISEMENT
રોહિતને CSK માટે રમતા જોવા માંગુ છું: રાયડુ
અંબાતી રાયડુએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'હું નજીકના ભવિષ્યમાં રોહિતને CSK માટે રમતા જોવા માંગુ છું. જો ધોની નિવૃત્ત થાય છે તો તે ટીમની કેપ્ટનશીપ પણ કરી શકે છે. તે લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. જો તે CSK માટે રમે અને ત્યાં પણ જીતી શકે છે. તે CSKની કેપ્ટનશીપ કરશે કે નહીં તે તેના પર નિર્ભર રહેશે. રોહિત આગામી 5-6 વર્ષ સુધી આરામથી IPL રમી શકશે. અંબાતી રાયડુ કહે છે, જો રોહિત શર્મા કેપ્ટન બનવા માંગે છે તો આખી દુનિયા તેના માટે ખુલ્લી છે. તે જ્યાં ઇચ્છે ત્યાં સરળતાથી કેપ્ટનશીપ કરી શકે છે. પરંતુ તેના માટે ફાઇનલ કોલ રોહિત શર્માનો જ હોવો જોઇએ.
ADVERTISEMENT