જામનગરમાં લૂંટારુઓએ ખેડૂતને લૂટયો: લોકો જાગી જતાં થઈ ન થવાની
દર્શન ઠક્કર, જામનગર: શહેરના મોરકંડા રોડ પર સનસીટી-2 વિસ્તારમાં આજે પરોઢીયે ત્રણ લૂંટારુઓએ એક ખેડૂતને છરી બતાવી લૂંટી લીધો હતો. ખેડૂતે દેકારો બોલાવતા આસપાસથી લોકો…
ADVERTISEMENT
દર્શન ઠક્કર, જામનગર: શહેરના મોરકંડા રોડ પર સનસીટી-2 વિસ્તારમાં આજે પરોઢીયે ત્રણ લૂંટારુઓએ એક ખેડૂતને છરી બતાવી લૂંટી લીધો હતો. ખેડૂતે દેકારો બોલાવતા આસપાસથી લોકો એકઠા થયા હતા અને ત્રણ પૈકીના બે લૂંટારુઓને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં બંનેને પોલીસને હવાલે કર્યા હતા. જ્યારે એક લૂંટારુ ભાગી જવામાં સફળ રહેતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
લૂંટારુઓને પોલીસને હવાલે કર્યા
જામનગરથી મોરકંડા તરફ જતા રસ્તા પર સનસીટી-2 સોસાયટી આજે વહેલી સવારે એક ખેડૂત પસાર થઈ રહ્યા હતા. ત્યારે ત્રણ લૂંટારુઓએ તેને આંતરી છરી બતાવી રોકડ,સોનાના ચેઈન અને વીંટીની લૂંટ ચલાવી હતી. ભોગ બનેલા ખેડૂતો નજીકમાં રહેતા લોકોને જાણ કરતા લોકોએ ભાગી રહેલા બે લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક લૂંટારુ ભાગવામાં સફળ રહ્યો હતો. સ્થાનિકોએ બે લૂંટારુઓને ઝડપી વીજપોલ સાથે બાંધી મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને હવાલે કર્યા હતા.
સામે લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો
ત્રણ શખ્સો સામે લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો આજે બનેલી લૂંટની ઘટના મામલે જામનગર પોલીસ દ્વારા ત્રણ લૂંટારુઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયેલા એક લૂંટારુની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ રસ્તા પર લોકોની અવરજવર ઓછી હોય લૂંટારુઓ અવારનવાર એકલ દોકલ વ્યકિતને શિકાર બનાવતા હોવાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT