ભ્રષ્ટાચારનો રોડ !!! કચ્છમાં નવો બનાવેલ રોડ એક મહિનો પણ ના ટક્યો

ADVERTISEMENT

Road
Road
social share
google news

કૌશિક કાંઠેચા,કચ્છ : ગુજરાતને વિકાસ મોડલ તરીકે દર્શાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ગુજરાતને મોડલ તરીકે આગળ કર્યું છે. ગુજરાતની વાસ્તવિકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પછી સામે આવી છે. ગત 28 ઓગસ્ટના વડાપ્રધાન મોદીની કચ્છ મુલાકાત દરમિયાન ભુજમાં રોડ શો માટે બનાવવામાં આવેલા નવો રોડ એક મહિનો પણ ન ટક્યો, 22 દિવસમાં જ રોડની ખખડધજ હાલત થઈ. લોકોએ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ.

લોકોમાં ઉઠયા સવાલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનમાં જવા માટે લોકોને ભુજના જિલ્લા ઉદ્યોગ સર્કલના રોડ પર પડેલા ખાડાઓના સામ્રાજ્યમાં પસાર થવું પડે છે. ભુજને જોડતો આ મુખ્ય માર્ગ છે. આ રોડને બન્યાને માત્ર થોડા દિવસ થયા છે ને રોડ પર ખાડાનું સામ્રાજ્ય બની ગયુ છે. આ ખાડાઓના લીધે વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. આ અંગે વધુ વાત કરતા ભુજના જાગૃત નાગરિક ડો.નેહલ વૈદ્ય જણાવ્યું હતું કે, PM મોદીના રોડ શો માટે તાત્કાલિક ધોરણે આ રોડને રિસરફેસીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ગણતરીના જ દિવસોમાં રોડની ફરી એજ પરિસ્થિતિ થઇ છે. થોડાક દિવસોમાં જ રોડની હાલત ખખડધજ થઈ છે. રોડની હાલત જોઈ લોકોમાં સવાલો ઉઠી થયા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો. આ રોડના રિસર્ફેસીંગ કામમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

રોડનું બાળ મરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનમાં જવા માટે બહારથી આવતા પ્રવાસીઓને આ ખાડાઓમા પસાર થઇ જવુ પડે કેટલું યોગ્ય છે તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ, સાંસદ અને ધારાસભ્યો પણ આ જ રોડ પરથી પસાર થાય છે તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી તેવા માં લોકો રોષની લાગણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે બનાવવામાં આવેલ રોડનું બાળ મરણ થયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT