રિષભ પંતની પ્લાસ્ટિક સર્જરી થઈ, માથા અને સ્પાઈનનો MRI રિપોર્ટ આવ્યો, હવે કેવી છે તબિયત?
Rishabh Pant Accident: ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો શુક્રવારે વહેલી સવારે અકસ્માત થયો હતો. રૂડકી પાસે તેની કાર રેલિંગ સાથે અથડાઈને પલટી મારી…
ADVERTISEMENT
Rishabh Pant Accident: ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો શુક્રવારે વહેલી સવારે અકસ્માત થયો હતો. રૂડકી પાસે તેની કાર રેલિંગ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ કાર પંત જાતે ચલાવી રહ્યો હતો. હાલમાં રિષભ પંતની દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહીં તેના ઘણા ટેસ્ટ અને રિપોર્ટ કરવામાં પણ આવ્યા.
MRI રિપોર્ટમાં શું સામે આવ્યું?
વિગતો મુજબ, રિષભ પંતને સૌથી વધુ માથા અને પગમાં ઈજા પહોંચી છે. આ કારણે જ તેના બ્રેન અને સ્પાઈનનો MRI સ્કેન પણ કરાવવામાં આવ્યો હતો. જેની રિપોર્ટ સામે આવી ગઈ છે. આ રિપોર્ટમાં ફેન્સ અને પંત માટે મોટી રાહતની વાત આવી છે. રિપોર્ટ નોર્મલ આવ્યા છે.
આ પણ વાંચો: ઋષભ પંતને ખતરનાક સ્પીડથી ગાડી ચલાવવાનો હતો શોખ, પોલીસે 2 મેમો ફટકાર્યા હતા છતા પણ…
ADVERTISEMENT
ઘુંટણનો પણ MRI સ્કેન થશે
ડોક્ટર્સે જણાવ્યું કે, રિષભ પંતની હજુ ઘણી તપાસ કરવામાં આવશે. તેના ઘૂંટણનો પણ MRI સ્કેન કરવાનો હતો. પરંતુ તેને ટાળી દેવામાં આવ્યો કારણ કે પંતને ખૂબ પીડા થઈ રહી હતી અને સોજો પણ હતો. હવે આ સ્કેને આજે (31 ડિસેમ્બરે) કરવામાં આવી શકે છે.
भीषण हादसे में बाल-बाल बचे ऋषभ, गाड़ी जलकर हुई खाक
(@ankitsharmauk, @Milan_reports)#RishabhPantCarAccident #Vardaat #ATVideo | @ShamsTahirKhan pic.twitter.com/vVgeKF77GF
— AajTak (@aajtak) December 30, 2022
ADVERTISEMENT
પંતને ઘુંટણમાં લિકમેન્ટની સમસ્યા
કાર અકસ્માતમાં રિષભ પંતના ચહેરા પર ઈજા પહોંચી છે. આ બધાને ઠીક કરવા માટે પંતે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે. રિષભ પંતના જમણા પગના ઘુંટણમાં લિકમેન્ટની સમસ્યા હોઈ શકે છે. આ કારણે જ મેક્સ હોસ્પિટલના ડોક્ટર્સે રિષભ પંતના ઘૂંટણ પર પટ્ટી બાંધી છે. ડોક્ટર્સે જણાવ્યું કે હવે તે વધારે સારું અનુભવી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રિષભ પંત જ નહીં આ ક્રિકેટર્સના પણ થયા છે ગંભીર અકસ્માત, જાણો દર્દનાક દુર્ઘટનાઓ વિશે..
શુક્રવારે વહેલી સવારે કારનો અકસ્માત થયો
ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારનો શુક્રવારે સવારે અકસ્માત થયો. દુર્ઘટના એટલી ભયાનક હતી કે મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ. નવી દિલ્હીથી ઉત્તરાખંડના રૂડકી જઈ રહેલા રિષભ પંતની મર્સિડિઝ કારનો સવારે 5.15 વાગ્યે નારસન બોર્ડર પર રેલિંગ સાથે અથડાઈ ગઈ. દુર્ઘટના બાદ કારમાં આગ લાગી ગઈ. સદનસીબે ત્યાંથી પસાર થતા રાહદારીઓએ કારના કાચ તોડીને રિષભ પંતને બહાર કાઢી લીધો. આ સમયે તે કારમાં એકલો જ હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT