IPL Auction: રિક્ષા ચાલકના દીકરા પર કરોડોની ધનવર્ષા, દિલ્હી કેપિટલ્સે પાણીની જેમ રૂપિયા વહાવ્યા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોચીઃ IPL પહેલા મિનિ ઓક્શનમાં ઘણા ખેલાડીઓના નસીબ ચમકી ગયા છે. આ દરમિયાન ઘણી ફ્રેન્ચાઈઝીએ યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પણ તક આપી છે. આવો જ એક ખેલાડી છે મુકેશ કુમાર. બિહારના ગોપાલગંજનો રહેવાસી આ ફાસ્ટ બોલર રિક્ષા ચાલકનો પુત્ર છે. તેણે જીવનમાં ઘણા કષ્ઠ વેઠ્યા છે. તેની પાછળ દિલ્હી કેપિટલ્સે અઢળક રૂપિયા પાણીમાં વહાવ્યા છે. જોકે મુકેશના પિતાનું ગત વર્ષે જ નિધન થઈ ગયું હતું.

ઓક્શનમાં 5.5 કરોડ રૂપિયા મળ્યા
બિહારના ગોપાલગંજમાં જન્મેલા મુકેશ કુમારનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. હવે આઈપીએલમાં તેના નસીબ એવા જાગ્યા કે તે કરોડપતિ બની ગયો છે. તેણે કોચ્ચીમાં મિનિ ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુકેશની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 28 ગણી વધારે કિંમતથી ખરીદાયો હતો.

ADVERTISEMENT

મુકેશ આર્મીમાં જવા માગતો હતો
મુકેશ આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવા ઈચ્છતો હતો. તેણે આ માટે ત્રણ વખત પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો. આ દરમિયાન તેણે ભાગ્યમાં કદાચ બીજું જ લખાયેલું હતું. ગરીબીમાં ઉછરેલો મુકેશ છ ભાઈ-બહેનમાં સૌથી નાનો છે. ત્યારબાદ મુકેશના પિતા કોલકાતા ગયા અને ઓટો ચલાવવા લાગ્યા હતા. મુકેશ ત્યારે ગોપાલગંજમાં ક્રિકેટ રમતા હતા. બાદમાં પિતાએ તેને નોકરી માટે કોલકાતા બોલાવ્યો હતો. ત્યારબાદ મુકેશે કોલકાતામાં ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું.

મુકેશની કારકિર્દી પર નજર કરો..
મુકેશે ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળ માટે સારો દેખાવ કર્યો હતો. તેને ઈન્ડિયા-એ ટીમમાં પણ સ્થાન મળ્યું છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નહોતો. તે દિલ્હી કેપિટલ્સ માટે નેટ બોલર પણ રહ્યો છે. મુકેશે 33 ફર્સ્ટ ક્લાસ મેચમાં 123 વિકેટ લીધી છે. તેણે 24 લિસ્ટ A મેચમાં 26 વિકેટ લીધી છે. ટી20 ક્રિકેટમાં મુકેશે 23 મેચમાં 25 વિકેટ ઝડપી છે.

    follow whatsapp

    ADVERTISEMENT