રાજકોટમાં રખડતા ઢોરનો આતંક, રસ્તે જતા નિવૃત્ત આર્મીમેનને ગાયે શિંગડા ભરાવી ઉલાળ્યા
રાજકોટ: રાજકોટમાં દિવસેને દિવસે રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની રહી છે. શહેરમાં રખડતા ઢોર આડે દિવસ ગમે ત્યારે કોઈને પણ અડફેટે લઈને જીવલેણ ઈજા પહોંચાડી…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટમાં દિવસેને દિવસે રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની રહી છે. શહેરમાં રખડતા ઢોર આડે દિવસ ગમે ત્યારે કોઈને પણ અડફેટે લઈને જીવલેણ ઈજા પહોંચાડી રહ્યા છે. ત્યારે ફરી એકવાર રખડતા ઢોરની અડફેટે નિવૃત્ત આર્મી મેન આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. એવામાં રાજકોટ મહાનગર પાલિકાની રખડતા પશુઓને પાંજરે પૂરવાની નિષ્ફળ કામગીરી પર ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે.
આર્મીમેન સાથે બાળકને પણ ગાયે અડફેટે લીધો
રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે બે રખડતા ઢોર આપસમાં બાપખડા તેમણે રસ્તે જતા એક નિવૃત્ત આર્મીમેનને અડફેટે લીધી હતા. રસ્તા જતા આર્મીમેન નવલસિંહ ઝાલાને પાછળથી ગાયે શિંગડા ભરાવીને ઉછાળ્યા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સાથે બાજુમાં જતા બાળકને પણ ગાયે શિંગડા ભરાવીને નીચે પાડી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આર્મીમેનને માથામાં ગંભીર ઈજા પહોંચી
આર્મી મેન ગંભીર રીતે ઘાયલ થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને બ્રેઈન હેમરેજ થયું હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ બાળકને પણ ઈજાઓ પહોંચી હતી. નોંધનીય છે કે આ પહેલા યુનિવર્સિટી વિસ્તારમાં પણ દૂધ લેવા જતા એક વૃદ્ધને ગાયે શિંગડા ભરાવ્યા હતા અને પગ નીચે રગદોળતા તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે ફરી એકવાર તંત્રની બેદરકારીના કારણે વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT