ચૂંટણી સમયે કોંગ્રેસને રાજીનામા કરે છે હેરાન, હવે જૂનાગઢ જિલ્લામાં યુવાનો જોડાયા ભાજપમાં
ભાર્ગવી જોશી, જૂનાગઢ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની જાહેરાત થતાં જ એક બાદ એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે. ચૂંટણીને…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જૂનાગઢ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની જાહેરાત થતાં જ એક બાદ એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે. ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ માટે દિવસે ને દિવસે કપરો બનતો જઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ રિબડીયા બાદ સતત રાજીનામા પડી રહ્યા છે. ત્યારે આજે કેશોદમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે. યુવાનોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ આપવાનું નક્કી કર્યું.
પક્ષથી નારાજ થી રાજીનામું આપ્યું
કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોન માંથી પોતાની પકડ ગુમાવી રહ્યું છે. આ દરમિયાન આજે કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ રીધમ ગોસ્વામી સહિતના યુવાનોએ રાજીનામુ ધરી દીધું છે. યુવા નેતાઓએ પક્ષથી નારાજ થઈ આપ્યું તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત હોદ્દેદારો ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. હજુ કેશોદ કોંગ્રેસના હોદેદારો અન્ય પાર્ટીમાં જોડાઈ તેવા એંધાણ છે.
રાજીનામાની અસર ચૂંટણી પર જોવા મળશે
એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓના રાજીનામા પડી રહ્યા છે. ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નેતાઓના રાજીનામાથી ચૂંટણી પર અસર પડશે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT