રેશ્મા પટેલે હાર્દિક પર કર્યા પ્રહાર કહ્યું, ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન આમ આદમી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 7 યાદી જાહેર થઈ ચૂકી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને ભાજપ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપના નિરીક્ષકો દ્વારા રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલ હાર્દિક પટેલના ચૂંટણી લડવાને લઈને અનેક સાવલ છે. વિરમગામની વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે ભાજપમાંથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે. ત્યારે એનસીપીના નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા છે.
પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગુજરાત ચૂંટણી 2022 માટે ભાજપમાં દાવેદારોની લાંબી લાઈન સમજી શકાય તેમ છે.પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ભૂતકાળમાં મારા ભાઈએ કોંગ્રેસનો તાજ પહેર્યો હતો. હાર્દિક પટેલ ટિકિટ વેચતા હતા. આજે તેઓ ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે.
#गुजरात_चुनाव 2022के लिए भाजपा में दावेदारो की लंबी लाईन तो समज में आती हे।लेकिन सोचनेकी बात यह हे की बीते दिनो में #कोंग्रेस का ताज शिर पर सजाए मेरा भाई @HardikPatel_ टिकट बेचरहा था वो आज भाजपाकी खिसकोली बनके दावेदारो की लंबीलाईन में खड़ा हे #ठोको_ताली @INCGujarat @NCPspeaks
— Reshma Patel (@reshmapatel__) October 28, 2022
ADVERTISEMENT
હાર્દિક પટેલે નોંધાવી દાવેદારી
વિરમગામની વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે ભાજપમાંથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે. આજે હાર્દિક પટેલના સમર્થકો નિરીક્ષકોને મળ્યા હતા અને હાર્દિકના નામની દાવેદારી નોંધાવી હતી. જોકે વિરમગામની બેઠક પરથી તેજશ્રીબેન પટેલ સહિત ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત 10થી વધુ લોકો ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે.
ADVERTISEMENT