મહાત્મા ગાંધીની જન્મભૂમિ ખાતે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી, સમુદ્ર વચ્ચે કરવામાં આવ્યું ધ્વજવંદન
પોરબંદર: ગાંધીજન્મભૂમિ પોરબંદરમાં શ્રી રામ સ્વીમીગ કલબ દવારા આજે 74 માં પ્રજાસતાક પર્વની ઉજવણી દરીયામાં દવજવંદન કરી અને કરવામાં આવી હતી આજે વ્હેલી સવારે કડકડતીઠંડી…
ADVERTISEMENT
પોરબંદર: ગાંધીજન્મભૂમિ પોરબંદરમાં શ્રી રામ સ્વીમીગ કલબ દવારા આજે 74 માં પ્રજાસતાક પર્વની ઉજવણી દરીયામાં દવજવંદન કરી અને કરવામાં આવી હતી આજે વ્હેલી સવારે કડકડતીઠંડી વચ્ચે શ્રી રામ સ્વીમીગ કલબના ભાઈઓ બહેનો એ સમુદ્ર માં તિરંગો લ્હેરાવ્યો હતો અને તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન ગાયુ હતુ. આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ મધદરિયે પ્રજાસતાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી છે.
એક તરફ રાજ્યમાં કડકડતી ઠંડીમાં લોકો બહાર નીકળવાનું પસંદ નથી કરી રહ્યા. ત્યારે બીજી તરફ શ્રી રામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા દરીયામાં 500 મીટર દુર જઈ અને રાષ્ટ્રધ્વજ લહેરાવી અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. અને દેશ દાઝ દર્શાવી હતી.
મહાત્મા ગાંધીની જન્મભૂમિ પર અનોખી ઉજવણી
આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે અનોખી રીતે ઉજવણી થઇ હતી.પોરબંદરની શ્રી રામ સ્વીમીંગ ક્લબે, અરબી સમુદ્રના મોજાઓ વચ્ચે તિરંગો લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું.આ રાહે યુવાનોની રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે સાહસ અને શૌર્યની ભાવના પ્રગટ થઇ હતી. શ્રી રામ સ્વીમીંગ ક્લબ દ્વારા છેલા 1ઘણાં વર્ષોથી પ્રજાસતાક પર્વ અને સ્વતંત્રતા પર્વે પોરબંદરના સમુદ્રમાં ધ્વજવંદન કરીને અનોખી ઉજવણી થાય છે.આજે પણ વહેલી સવારે પોરબંદરના દરિયામાં ધ્વજવંદન થયું હતું.
ADVERTISEMENT
લોકો સલામી આપવા ઉમટી પડ્યા
આઝાદી બાદ આજે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું છે. ત્યારે વર્ષ 1950થી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન મહાત્મા ગાંધીના જન્મ સ્થાન પોરબંદરમાં અનોખી રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મધ દરિયે પહોંચી અને શ્રી રામ સ્વીમીગ કલબ દવારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારે પોરબંદરમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ને લઈ સમુદુમા ધ્વજવંદન નો કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ચોપાટીખાતે દરીયામાં ઉમટી પડયા હતા. આજે સમુદ્ર એ પણ તિરંગા ને સલામી આપી હતી.
વિથ ઈનપુટ: અજય શીલું, પોરબંદર
ADVERTISEMENT
ADVERTISEMENT