ગુજરાતની ચૂંટણીમાં બંગાળીઓ પરના નિવેદન મામલે પરેશ રાવલને રાહત, HCએ કેસ ફગાવ્યો
અમદાવાદ: બીજેપી નેતા અને અભિનેતા પરેશ રાવલને કલકત્તા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંગાળીઓ અંગેના તેમના નિવેદન બાદ કોલકાતા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ…
ADVERTISEMENT
અમદાવાદ: બીજેપી નેતા અને અભિનેતા પરેશ રાવલને કલકત્તા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંગાળીઓ અંગેના તેમના નિવેદન બાદ કોલકાતા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. સીપીઆઈ(એમ)ના નેતા મોહમ્મદ સલીમ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે, તેમને પોલીસ સ્ટેશનમાં હાજરીની નોટિસ મોકલવામાં આવી હતી. તેની સુનાવણી કરતા હાઈકોર્ટે પરેશ રાવલ સામે નોંધાયેલ કેસને ફગાવી દીધો છે.
હાઈકોર્ટના જસ્ટિસ મંથાએ કેસની સુનાવણી કરતા કહ્યું કે, તેમણે ટ્વીટ કરીને માફી માંગી છે. કોર્ટે આજે કેસ ફગાવી દીધો હતો અને પરેશ રાવલ સામેની તમામ તપાસ પર સ્ટે lલગાવી દેવામાં આવ્યો છે.
પરેશ રાવલ પર માહોલ ખરાબ કરવાનો આરોપ
CPI(M)ના નેતા મોહમ્મદ સલીમે પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું હતું કે, તેમણે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરેશ રાવલના ભાષણનો વીડિયો જોયો. તેમણે પરેશ રાવલ પર જાહેર મંચ પરથી ભાષણ દ્વારા તોફાન ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે દેશભરમાં બંગાળી અને અન્ય સમુદાયના લોકો વચ્ચે સદભાવને ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, એક્ટરના નિવેદનથી પ્રવાસી બંગાળીઓને ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેમણે પોલીસમાં ફરિયાદ કરીને પરેશ રાવલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે.
ADVERTISEMENT
કારણ વિના બંગાળીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે
મોહમ્મદ સલીમે આગળ કહ્યું કે, પરેશ રાવલે જે રીતે બંગાળીઓનો વિષય ઉઠાવ્યો છે, તેનાથી એવું લાગે છે કે દેશના તમામ બંગાળી રોહિંગ્યા અથવા પછી બાંગ્લાદેશી છે. તેમણે કહ્યું કે, બંગાળી પશ્ચિમ બંગાળથી બહાર પણ રહે છે અને આ તેમના માટે હાનિકારક થઈ શકે છે. એક્ટરના નિવેદનના કારણે બંગાળીઓને કારણ વિના ટાર્ગેટ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: જૂનિયર ક્લાર્કના છપાયેલા પેપરનું ગુજરાત ATS એ જાણો શું કર્યું ?
ADVERTISEMENT
પરેશ રાવલે શું કહ્યું હતું?
વલસાડમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ગયેલા એક્ટર પરેશ રાવલે કહ્યું હતું કે, ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તે સસ્તા થઈ જશે. લોકોને રોજગાર મળી જશે, પરંતુ રોહિંગ્યા શરણાર્થી અને બાંગ્લાદેશી દિલ્હીની જેમ તમારી પાસે આવીને રહેવાનું શરૂ કરી દેશે ત્યારે શું કરશો? ગેસ સિલિન્ડરનું તમે શું કરશો? બંગાળીઓ માટે માછલી પકાવશો? તેમના આ નિવેદન બાદ વિવાદ વધતા તેમણે માફી માગી હતી અને કહ્યું હતું કે, મારો મતલબ ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાથી હતી પરંતુ તેમ છતાં મેં તમારી ભાવનાને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માગું છું.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT