LSG vs RCB: ‘તે મારી ફેમિલીને ગાળ આપી’, ગંભીરે કોહલીને શું કહ્યું? બંનેના ઝઘડા પાછળનું કારણ સામે આવ્યું
લખનૌ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં સોમવારે (1 મે) ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મેચ જોવા…
ADVERTISEMENT
લખનૌ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં સોમવારે (1 મે) ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. જેમાં બેંગલુરુની ટીમે 18 રનથી જીત મેળવી હતી. પરંતુ આ મેચને ઈતિહાસમાં યાદ કરવામાં આવશે તો તે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેનો વિવાદ જ રહેશે.
મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફને બચાવમાં આવવું પડ્યું. તેના વિડીયો અને ફોટા ખુબ વાયરલ થઇ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લખનૌ ટીમના અમિત મિશ્રા અને બેંગલુરુ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ બચાવમાં આવ્યા હતા.
કોહલી અને ગંભીર વચ્ચે આ રીતે વિવાદ થયો હતો
જણાવી દઈએ કે ગંભીર સાથેની લડાઈ પહેલા કોહલીએ અફઘાનિસ્તાનના ખેલાડી નવીન-ઉલ-હક સાથે બે વાર ટક્કર પણ કરી હતી. તેની સાથે લખનૌ ટીમના ઓપનર કાયલ મેયર્સ સાથે પણ તેની બોલાચાલી થઈ હતી. પરંતુ આ બધા વચ્ચે મેદાનની બહાર બેઠેલા ગંભીરની કોહલી સાથે લડાઈ કેવી રીતે થઈ? દરેક વ્યક્તિ આ જાણવા માટે ઉત્સુક છે.
ADVERTISEMENT
Victory in Lucknow for @RCBTweets!
A remarkable bowling performance from #RCB as they bounce back in style 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/HBDia6KEaX
— IndianPremierLeague (@IPL) May 1, 2023
ડગઆઉટમાં બેઠેલા વ્યક્તિએ જણાવ્યું ઝઘડાનું કારણ
આ સમગ્ર વિવાદનો ખુલાસો PTI દ્વારા કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સીએ એક સૂત્ર સાથે વાત કરી જે સમગ્ર વિવાદનો પ્રત્યક્ષદર્શી છે અને ઘટના સમયે ડગઆઉટમાં હાજર હતો. સૂત્રએ કહ્યું, ‘તમે ટીવી પર જોયું કે મેયર્સ અને કોહલી મેચ પછી મેદાન પર ચાલતા સમયે કંઈક વાત કરી રહ્યા હતા. મેયર્સે કોહલીને પૂછ્યું કે, શા માટે તે સતત તેને ગાળો આપી રહ્યો છે. આના પર કોહલીએ તેને પૂછ્યું કે તે તેની સામે કેમ જોઈ રહ્યો છે. આ પહેલા અમિત મિશ્રાએ પણ અમ્પાયરને ફરિયાદ કરી હતી કે, કોહલી નંબર-10 પર બેટિંગ કરવા આવેલા નવીનને ગાળો આપી રહ્યો હતો.
ADVERTISEMENT
ગંભીરે કડક શબ્દોમાં કોહલીને સમજાવ્યું
સૂત્રે કહ્યું, ‘જ્યારે કોહલીએ ટિપ્પણી કરી ત્યારે ગંભીર મામલો સમજી ગયો હતો અને મામલો વધે તે પહેલાં તેણે મેયર્સને બાજુ પર ખેંચી લીધો અને વાત કરવાનો ઇનકાર કર્યો. ત્યાર બાદ થયેલો ઝઘડો થોડો બાલિશ લાગ્યો. ગંભીરે પૂછ્યું (કોહલીને) – બોલ શું કહી રહ્યો છે? આના પર કોહલીએ કહ્યું- મેં તમને કશું કહ્યું નથી, તમે કેમ વચ્ચે આવી રહ્યા છો.’
ADVERTISEMENT
તેણે કહ્યું, ‘ત્યારબાદ ગંભીરે જવાબ આપ્યો, ‘જો તે મારા ખેલાડીને કહ્યું છે તો તેનો અર્થ છે કે તે મારા પરિવારને ગાળ આપી છે.’ આના પર કોહલીએ કહ્યું, “તો તમે તમારા પરિવારનું ધ્યાન રાખો.” ત્યારે આખરે ગંભીરે કહ્યું, ‘તો હવે તું મને શીખવાડીશ.’
BCCIએ ફટકાર્યો ખેલાડીઓને દંડ
આ બધાની વચ્ચે હવે BCCIએ બંને પર મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે 100 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે. એટલે કે આ મેચ માટે બંનેને કોઈ ફી નહીં મળે. આ સિવાય લખનૌના બોલર નવીન ઉલ હકને પણ બક્ષવામાં આવ્યો નથી અને તેની મેચ ફીના 50 ટકા પણ કાપવામાં આવ્યા છે.
ADVERTISEMENT