અદાણી ગ્રૂપને આપવામાં આવેલી લોન વિશે માહિતી આપો, RBIએ તમામ બેંકોને આપી સૂચના

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: અમેરિકન ફર્મ હિંડનબર્ગે તાજેતરમાં અદાણી ગ્રૂપને લઈને રિપોર્ટ જાહેર કર્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે આ આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા. અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગના રિપોર્ટ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મોટું પગલું ભર્યું છે.   રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા   એ દેશની તમામ બેંકોને સૂચના જારી કરીને અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન વિશે માહિતી માંગી છે.

ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકો પાસેથી અદાણી ગ્રુપ સાથેના તેમના એક્સપોઝર વિશે માહિતી માંગી છે. સરકાર અને બેન્કિંગ સેક્ટરના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય બેન્કે વિવિધ સ્થાનિક બેન્કોને અદાણી ગ્રુપને તેમના રોકાણ અને લોન વિશે માહિતી આપવા જણાવ્યું છે. હાલમાં જાહેર કરવામાં આવેલા અદાણી ગ્રુપના શેરમાં આવેલા ઉતાર-ચઢાવ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ પગલું ભર્યું છે. અદાણી ગ્રુપે  તેનો FPO પાછો ખેંચી લીધો હતો. ગુરુવારે સવારે શેરબજાર ખુલ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

કેમ FPO પાછો લીધો?
ગૌતમ અદાણીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઈબ FPO બાદ મંગળવારે તેને પરત લેવાના નિર્ણયે ઘણા લોકોને ચોંકાવી દીધા હશે. પરંતુ કાલે માર્કેટમાં આવેલી વધ-ઘટને જોતા બોર્ડે અનુભવ્યું કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નહીં હોય. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, શેર બજારમાં વધઘટ અને માર્કેટને જોતા કંપનીનું ઉદ્દેશ્ય પોતાના રોકાણકારના હિતોની રક્ષા કરવાનું છે. આથી અમે FPOથી મળેલી રકમ પાછી કરવા જઈ રહ્યા છીએ અને તેની સાથે જોડાયેલી તમામ લેવડ-દેવડને ખતમ કરી રહ્યા છીએ.

ADVERTISEMENT

‘મારા માટે રોકાણકારોનું હિત સર્વોપરી’
ગૌતમ અદાણીએ કહ્યું કે, મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે. આથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે FPO પાછો લઈ લીધો છે. આ નિર્ણયનો અમારા હાલના કામકાજ અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ પ્રભા નહીં પડે. સાથે તેમણે કહ્યું કે, એક બિઝનેસમેન તરીકે 4 દાયકાથી વધારે મારી સફરમાં મને તમામ હિતધારકો ખાત કરીને રોકાણકારોના ગ્રુપનું ભારે સમર્થન મળ્યું છે. મારા માટે આ સ્વીકારવું મહત્વપૂર્ણ છે કે મેં જીવનમાં જે પણ થોડું-ઘણું મેળવ્યું છે તે તેમના વિશ્વાસ અને ભરોસાના કારણે છે. હું બધી સફળતાનો શ્રેય તેમને જ આપું છું.

આ પણ વાંચો: Adani Group Stocks: અદાણી ગ્રુપના 5 શેરોમાં માર્કેટ ખુલતા જ લોઅર સર્કિટ વાગી, હવે શું થશે?

ADVERTISEMENT

શું હોય છે FPO?
ફોલો-ઓન-પબ્લિક ઓફર (FPO)ને સેકન્ડરી ઓફરિંગના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ એક એવી પ્રોસેસ છે, જે અંતર્ગત સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કંપની વર્તમાન શેરધારકોની સાથે સાથે નવા રોકાણકારોને પણ શેર જારી કરે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT