ટીમ ઈન્ડિયાથી બહાર રવિન્દ્ર જાડેજા રિવાબા સાથે હવે ભાજપના કયા ઉમેદવાર માટે પ્રચાર કરશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલમાં ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી બહાર છે. બાંગ્લાદેશ સામેની સીરિઝમાં ઘૂંટણીની ઈજાથી સંપૂર્ણ રિકવર ન થયો હોવાથી જાડેજાના સ્થાને અન્ય ખેલાડીને તક મળી છે. રાજકારણમાં ડેબ્યૂ કરી રહેલા રિવાબા માટે રવિન્દ્ર જાડેજા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. હવે રવિન્દ્ર જાડેજા રિવાબા સાથે સાથે ભાજપના અન્ય ઉમેદવાર માટે પણ પ્રચાર કરતા જોવા મળશે.

દ્વારકામાં ચૂંટણી પ્રચાર માટે જશે જાડેજા
પ્રાપ્ત વિગતો મુજબ રવિન્દ્ર જાડેજા હવે રિવાબ સાથે સાથે દ્વારકાના ઉમેદવાર પબુભા માણેક માટે પણ ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે. આજે જાડેજા દ્વારકાના કલ્યાણપુરમાં પબુભા માણેક માટે રોડ શો કરીને ભાજપને વોટ આપવા માટે અપીલ કરશે. આજે બપોરે જાડેજા આ માટે દ્વારકા પહોંચશે. ખાસ વાત છે કે અત્યાર સુધીમાં રવિન્દ્ર જાડેજા રિવાબા માટે જામનગરમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે હવે તેઓ અન્ય ઉમેદવાર માટે પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાની જર્સીમાં ભાજપ માટે વોટ માગતા ક્રિકેટ ફેન્સ જાડેજાથી નારાજ
નોંધનીય છે કે, હાલમાં જ રવિન્દ્ર જાડેજા એક ટ્વીટર પોસ્ટના કારણે વિવાદમાં આવ્યા હતા. જાડેજાએ ભારતીય ટીમની જર્સીમાં એક પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તેઓ ભાજપ માટે વોટ માગી રહ્યા હતા. આ પોસ્ટર પર કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને બીસીસીઆઈ આ રીત રાજકીય પાર્ટીનો પ્રચાર કરવાની છૂટ આપે છે… તેવા પણ સવાલો કર્યા હતા. તો કેટલાક લોકોએ તેને ટીમમાંથી પણ બહાર કરવાની માગ કરી હતી.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: રજનીકાંત જોશી)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT