Rashmika Mandanna Deepfake કેસમાં મોટું અપડેટ, 4 શખ્સોને પોલીસે દબોચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rashmika Mandanna Deepfake Case: તાજેતરમાં જ રશ્મિકા મંદાનાને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. અભિનેત્રીની સાથે એવો ભયંકર કિસ્સો બન્યો, કે જેના પછી માત્ર રશ્મિકા મંદાના અને તેના ફેન્સ જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)થી લઈને વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) સુધીના સ્ટાર્સ આગળ આવ્યા અને અભિનેત્રીનો સપોર્ટ કર્યો હતો. જ્યારે રશ્મિકા મંદાનાનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે મામલો ખૂબ જ ગરમાયો હતો. આ ડીપફેક વીડિયો પર અભિનેત્રી પણ ગુસ્સે થઈ ગઈ હતી.

4 આરોપીઓની ધરપકડ

બિગ બીની સલાહ બાદ અભિનેત્રીએ આ મામલે કાર્યવાહી કરી અને આ કેસમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી. હવે રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો કેસ (Rashmika Mandanna Deepfake Video)માં એક મોટું અપડેટ સામે આવ્યું છે. હવે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આજે એટલે કે બુધવારે દિલ્હી પોલીસે આ કેસમાં સામેલ ચાર લોકોની ધરપકડ કરી છે. પરંતુ વીડિયો બનાવનાર મુખ્ય આરોપી કોણ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.

મુખ્ય આરોપીને શોધી રહી છે પોલીસ

પોલીસ હજુ પણ આ વ્યક્તિને શોધવામાં વ્યસ્ત છે. જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તે માત્ર આ વીડિયોના અપલોડર છે અને વીડિયો બનાવનાર હજુ પોલીસની પહોંચની બહાર છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં શું નવો વળાંક આવે છે. તેમજ અભિનેત્રી અને ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે જે વ્યક્તિએ અભિનેત્રી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે તે પકડાય. શક્ય છે કે આ ચારમાંથી કોઈ એક પોતાનું મોં ખોલે અને તે વ્યક્તિ ટૂંક સમયમાં પકડાઈ જાય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT